Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

  • અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ
  • કોરોના મૃતકોના સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
  • Advertisement
  • કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનારના પરિવારજનોને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે કર્યો હતો હુકમ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
કોરોના મૃતકોના સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના ઢીલા વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર માત્ર સ્ટેટસ્ટિક્સ નહીં પૂરતી વિગત રજૂ કરે. સાથે જ ગુજરાત સરકારના આંકડાઓ પર પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓની મૃત્યુ સહાય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ 10 હજાર 579 મૃત્યુ થયા છે. પરંતુ કોરોનાની મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજી મંજૂર કરી છે.
કોરોના મૃત્યુ સહાય બાબતે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિગતો રજૂ કરી હતી. જેમાં સરકારી ચોપડે નોંધાયેલ 10 હજાર 579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 1 લાખ 2 હજાર 230 અરજીઓ આવ્યાનું જણાવ્યુ છે. જે પૈકી રાજ્ય સરકારે 87 હજાર 45 અરજીઓ મંજૂર કરી છે.
આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે, ઘણા રાજ્યોમાં કોરોના મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજૂર કરેલી અરજીના આંકડાઓમાં મોટો તફાવત છે. આટલા બધા ક્લેમ ખોટા ન હોઈ શકે, માટે હવે સરકારે સહાય માટે જેટલી અરજીઓ મંજૂર કરી છે તેના આંકને જ ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આકડામાં સુધારો કરવાની જરૂર છે તથા કોરોના માટેની સહાયના આપીને રાજ્ય સરકારો એવું બિલકુલના માને કે તે જનતા કે કોઈની ઉપર ઉપકાર કરી રહી છે.
જસ્ટિસ એમ.આર.શાહ તથા જસ્ટિસ બી.વી.નાગરત્નની બેન્ચે તમામ રાજ્ય સરકાર તથા કેન્દ્રશાસિત પ્રદેશોને એક સમર્પિત નોડલ ઓફિસરની નિમણૂંકનો પણ આદેશ આપ્યો છે. આ નોડલ ઓફિસર જે-તે રાજ્યના મુખ્યમંત્રી સચિવાલયમાં ડેપ્યૂટી સેક્રેટરી સ્તરના હોવા જોઈએ. નોડલ ઓફિસરો રાજ્યની લીગલ સર્વિસ ઓથોરિટી (SLSA) સાથે સંકલન કરીને કોવિડ-19ના મૃતકોના પરિવારને મૃત્યુ સહાયની ચૂકવણીમાં સહાયતા કરશે. આ સિવાય મૃતકોની વિગતો છૂપાવવા બાબતે બદનામ થયેલી રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, તેઓ SLSAને નામ, સરનામાં અને મરણના પ્રમાણપત્ર ઉપરાંત અનાથ થયેલા બાળકોની સંપૂર્ણ વિગતો પણ આજથી (શુક્રવાર) એક સપ્તાહમાં જ આપે. જો આમ નહીં થાય તો તેમના ગંભીર પરિણામો આવશે.
અગાઉ કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે, માત્ર ટેકનિકલ ધોરણે કોરોના મૃત્યુ સહાયની અરજી નકારી શકાશે નહીં. કોઈ ટેકનિકલ ખામી જણાય તો પણ તેને દૂર કરવા માટે રાજ્ય સરકાર અરજદારોને તક આપવી જ પડશે. આ આખી કવાયતનો ઉદ્દેશ જ મૃતકોના પરિવારને સાંત્વના અને વળતર આપવાનો છે, વધારે પીડા નહીં. રાજ્યોએ દાવો પ્રાપ્ત થયાના 10 દિવસના મહત્તમ ગાળામાં અરજદારોને કોઈ પણ ભોગે વળતર આપી દેવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે અગાઉ પણ નિર્દેશ કરી ચૂક્યા છીએ કે, કોરોના કારણે મૃત્યુ પામેલાની તેમના પોર્ટલ પર જે પણ નોંધ થઈ છે તેની સંપૂર્ણ વિગતો અમને આપે. આની સામે જેમને પણ મૃત્યુ સહાય ચૂકવાઈ છે. તે વ્યક્તિઓની સંખ્યા તથા તેની પણ સંપૂર્ણ વિગતો અમને આપે. પરંતુ મોટાભાગના રાજ્યોએ અમને ખાલી આંકડાઓ જ આપ્યા છે અને કોઈએ સંપૂર્ણ વિગતો આપી નથી. આ વિગતો મંગાવવા પાછળનો ઉદ્દેશ વળતર માટે જે-તે રાજ્ય સરકારોનો હકદાર વ્યક્તિએ સંપર્ક કર્યો છે કે નહીં તે જાણવાનો છે’
રાજ્ય સરકાર વળતર ચૂકવી ઉપકાર નથી કરતીઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, વેલ્ફેર સ્ટેટ તરીકે સરકારની વળતર આપવાની જવાબદારી છે, કારણ કે રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી. તે ઉપરાંત કોઈ કારણોસર સહાય અરજીઓ નામંજૂર ન થવી જોઈએ, તેમ પણ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો છે. આ માટે સરકારોએ બજેટમાં પ્રોવિઝન કરવાની જરૂર નથી, પણ ચીફ મિનિસ્ટર કોવિડ રિલીફ ફન્ડ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનજમેન્ટ ફન્ડમાંથી મૃતકોના પરિજનોના વળતર ચૂકવાય તેમ કહ્યું છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉમેર્યું હતું કે, “વેરિફિકેશન માટે વિગતો અપાય ત્યારે સભ્ય સચિવને જણાય કે નોંધાયેલા કેસમાંથી અમુક પરિવારજનોને હજી વળતર ચૂકવાયું નથી તો તેમણે DLSA સચિવ અથવા તલાટી-મંત્રી દ્વારા આવા પરિવારોનો સંપર્ક સાધીને તેમને સહાયતા પહોંચતી કરવાની રહેશે. જે લોકોએ સહાયતા માટે અરજી કરી શક્યા નથી તેમને પણ શોધીને વળતર ચૂકવવાની જવાબદારી આ નોડલ ઓફિસરની રહેશે. તેમની ભૂમિકા ભોગ બનનાર અને સરકાર વચ્ચેના સેતુરૂપી લોકપાલ તરીકેની રહેશે. લાગતા-વળગતા તમામ સરકારી વિભાગોને આ નોડલ ઓફિસરને સંપૂર્ણ સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવે છે.”

સંબંધિત પોસ્ટ

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

Panchayat Samachar24