ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય ખાતાનો પણ હવાલો ધરાવતા નીતિન પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, નીતિન પટેલ યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે. આ અંગે પોતાના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમને સામાન્ય લક્ષણો જણાતા RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ડૉક્ટર્સની સલાહ પર યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે.