Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારસીંગવડ

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

  • સીંગવડ તાલુકાની તોયણી ગામની નદીમાં મનરેગા યોજનાની માહિતી પુસ્તિકાઓ પાણીમા ફેકેલી હાલતમા મળતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ*
  • સરકાર લાખ્ખો રુપીયાનો ખર્ચ કરી મનરેગા યોજનાની માહિતિ પુસ્તિકાઓ કરી હતી તૈયાર
  • Advertisement
  • મનરેગા યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સરકારનો હેતુ પાણીમા ગરકાવ
  • મનરેગાના બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની ઉઠી લોક માંગ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.08
દાહોદ જીલ્લો અંતરીયાળ ભૌગોલિક પરિસ્થિતિ અને આદિવાસી બાહુલ્ય વસ્તિ ધરાવતો જીલ્લો છે, જેમા ગ્રામિણ વિસ્તારોમા રોજગારીની તકો નહિવત પ્રમાણમા હોવાથી સરકારની મનરેગા યોજના જીલ્લાના ગરીબ અને રોજગારથી વંચિત લોકો માટે આશીર્વાદ રુપ સમાન છે, પરંતુ જીલ્લા ના સીંગવડ તાલુકામા મનરેગા યોજનામા ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીનો ભોગ સીંગવડ તાલુકાની જનતા બની રહી છે, સરકાર દ્વારા લાખ્ખો રુપીયાનો ખર્ચ કરીને છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવા માટે બહોળી પ્રસિદ્ધ કરવામા આવતી હોય છે, જેના ભાગરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાની તમામ માહિતી અને યોજના ના લાભ સહિતની વિગતોની એક માહિતી પુસ્તિકા તૈયાર કરવામા આવી હતી અને આ પુસ્તિકાઓને મનરેગા યોજનાના કર્મચારીઓ મારફતે લોકો સુધી પહોંચાડવાની હોય છે, પરંતુ સરકારની આ મંસા પર સીંગવડ મનરેગા યોજનાના કર્મચારીઓએ પાણી ફેરવી દીધુ હોય તેવા દ્રશ્યો સીગવડ તાલુકા ની ખૂટા ગ્રામ પંચાયત મા સમાવિષ્ટ તોયણી ગામની નદીમાં જોવા મળ્યા હતા, સરકાર દ્વારા લાખ્ખો રૂપીયા નો ખર્ચ કરી તૈયાર કરેલી મનરેગા યોજનાની માર્ગદર્શન પુસ્તિકાઓ સ્થાનિક લોકોને નદીના પાણીમાં ગરકાવ થયેલી જોવા મળતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળ્યો હતો, ગ્રામજનોએ એક પુસ્તિકા જોતા આ પુસ્તિકાઓ મનરેગા યોજનાની માહિતી પુસ્તિકાઓ હોવાનુ સામે આવ્યુ હતુ, ગ્રામજનોએ આ પુસ્તિકાઓ અગાઉ ક્યારેય જોઈ ન હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ, કારણ કે તંત્ર તરફથી આવી પુસ્તિકાઓ ગામમા ક્યારેય આપવામા આવી જ નથી, ખરેખર સાચા લાભાર્થીઓને મનરેગા નું માર્ગદર્શન આપવામાં આવ્યું હોત તો યોજના સાર્થક ગણાય તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર સિંગવડ તાલુકા ની ગ્રામ પંચાયતમાં ગત રોજ તારીખ 1 2020 ના રોજ ગ્રામ પંચાયત ખોટા ના પોયણી ગામ ખાતે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થતાં ગ્રામજનો અંતિમવિધિ માટે તો એની ગામની નદી ખાતે અંતિમ વિધિ માટે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન કેટલાક ઉપસ્થિત ગ્રામજનો એ નજર સ્મશાન નજીક નદીના પટમાં પડી હતી અને કેટલાક ગ્રામજનો નદીમાંથી છોકરી ના બંડલો પડી હોવાનું જોવા મળ્યું ત્યારે ગ્રામજનોએ ભેગા નદીમાંથી એક બંદર કાઢવાની કોશિશ કરી ત્યારે બંને બહાર કાઢીને ભંડાર ખોલીને દેખતાં સરકાર દ્વારા મનરેગા યોજના દરમિયાન આપવામાં આવતી મનરેગા વિભાગની માર્ગદર્શિકા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે વધુ તપાસ હાથ ધરતા નદીમાં ૨૦થી ૨૫ જેટલા બંદર હજુ સુધી નદીમાં પડેલો હોવાનું પણ જણાવ્યું હતું સ્થળ પર ના ઉપરથી ગ્રામજનોએ જો ખરેખર સાચા અર્થમાં મનરેગા વિભાગની માર્ગદર્શિકા સાચા લાભાર્થીને આપવામાં આવી હોત તો યોજનાઓ સાર્થક થઇ શક્યો ત્યારે આ બાબતે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા છતાં ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં કોઈપણ પ્રકારની તપાસ આજદિન સુધી હાથ ધરવામાં આવી ન હોવાનું પણ જણાવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ની સહાય માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવે છે જોકે સીંગવડ તાલુકાના પંચાયત ના ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા આ યોજનાઓ માત્ર કાગળ પરજ પૂર્ણ કરી કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆતો અવાર નવાર તાલુકાના લોકો દ્રારા તંત્રને કરવામા આવી છે, પરંતુ ભ્રષ્ટાચાર મા સહભાગી તંત્ર આવી રજૂઆતને અવગણીને ભ્રષ્ટાચાર ની નદીને વહેતી રાખી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે તંત્ર નો કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લા માં રાજ્યસરકાર દ્વારા કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવે છે તો બીજી તરફ કેટલાક ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા સરકાર ની યોજનાઓ માત્ર કાગળ પર બતાવી ને કરોડો રૂપિયા નું કૌભાંડ કરવામાં આવતુ હોવાની પણ અનેક રજૂઆતો અને લોકો દ્વારા તંત્રને કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, ત્યારે સિંગવડ તાલુકા માં ઉચ્ચ કક્ષાની ટીમ દ્વારા મનરેગા યોજના હેઠળ થયેલા કામોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી ચર્ચાઓ તાલુકાના લોકો કરી રહ્યા છે
નવરચિત સીંગવડ તાલુકાના વિકાસ માટે સરકાર દ્રારા કરોડો રુપીયાની ફાળવણી તો કરાય છે, પરંતુ ભ્રષ્ટાચારમા લીપ્ત તંત્ર ના કારણે સરકારે ફાળવેલ રકમ ગરીબો સુધી પહોંચતી નથી, સરકાર દ્રારા યોજના ની માહિતી છેવાડા ના માનવી સુધી પહોંચાડવા જાહેરાતની સાથે સંપુર્ણ માહીતી સાથેની બુકલેટો પણ આપવામા આવતી હોય છે, પરંતુ ભ્રષ્ટાચાર આચવા ટેવાયેલા મનરેગાના ભ્રષ્ટા અધિકારીઓ અને કર્મચારીઓ આ યોજનાની બુકલેટો લોકો સુધી પહોંચાડવા ના બદલે બારોબાર તેનો યેનકેન પ્રકારે નિકાલ કરી દેતા હોવાની વાતો તાલુકામા વહેતી થઈ હતી, જે વાતોને ચોક્કસ સમર્થન સિંગવડ તાલુકા ના ખૂટા ગ્રામ પંચાયતની તોયણી ગામની નદી માંથી મનરેગા યોજનાની માહિતી બુકલેટ મળી આવતા લોકોમા તંત્ર ની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીઓ દ્રારા તપાસ કરવામા આવે તો મનરેગાના અનેક કર્મચારીઓની સંડોવણી બહાર આવે તો નવાઈ નહિ.

તોયણી ગામ એક મરણ થયું હતું. અમે બધા ગ્રામજનો સ્મશાને આવ્યા હતા. નજીક નદીના પટ પુસ્તકો જોવા મળ્યા હતાં. એક ભાઈને નદીમાં ઉતારીને પુસ્તકો બહાર કઢાવતા તે મનરેગા યોજનાની 100 દિવસની રોજગારી સરકાર આપે છે તેના વિશેની માર્ગદર્શિકા પુસ્તિકા મળી આવી હતી. આવા 20થી 25 બંડલ પાણીમાં પડેલા જોવાઇ રહ્યા હતાં. (વિક્રમસિંહ બારીયા, ગ્રામજન, તોયણી)
ગ્રામ પંચાયતમાં મનરેગા વિભાગ દ્વારા આપવામાં આવેલું સરકારી સાહિત્ય અને માર્ગદર્શક પુસ્તકો તાલુકા કક્ષાએ વિતરણ કરવા માટે અમને આપવામાં આવ્યું નથી. (વિક્રમસિંહ બારીયા, તલાટી કમ મંત્રી)
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24