Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

  • જન્મદિવસની ઉજવણીના રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર
  • લીમખેડા નગરના સમાજસેવક દિનેશ શાહના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી
  • Advertisement
  • સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી ભોરિયું પહેરાવી રક્તદાન કેમ્પ ખુલ્લો મુક્યો.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.10
લીમખેડા નગરના સમાજસેવક અને પત્રકાર દિનેશભાઇ નંદકિશોર શાહના 57માં જન્મ દિવસના ભાગરૂપે લીમખેડા રામજી મંદિરની સમાજવાડીમાં રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજી અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.આ કેમ્પનું ઉદ્ધાટન પૂર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી સ્નેહલ ધરીયા,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ ચેરમેન રમીલાબેન રાવત લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ જીલ્લા પંચાયત સભ્ય છત્રસિંહ મેડા ટી.કે.બારીયા ડો.ઉમેશ સથવારા સરપંચ દિનેશભાઈ ભરવાડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સાંસદ જસવંતસિંહ ભાભોરે દિનેશભાઈ શાહને માનવતાના ઉમદા કાર્યને બિરદાવી ચાંદીનું ભોંયરું તથા સાલ પહેરાવી સમ્માન કર્યું હતું.રકતદન કેમ્પમાં કુલ103 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના ડો પંચાલે રક્તદાન કેમ્પનું સફળ સંચાલન કરી કેમ્પને ખૂબજ સફળ ગણાવ્યો હતો. શાહ પરિવાર દ્વારા આ ચોથો રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.રક્તદતા તમામનો દિનેશભાઇ શાહે આભાર વક્ત કર્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin