લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં નહિ આવતા અકસ્માતનો ભય
લીમખેડા માર્ગ અને મકાન વિભાગ તંત્ર ઘોર નિંદ્રામાં: અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ?
Advertisement
તૂટેલાં નાળાને કારણે અકસ્માતનો થવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.19
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં છે. જેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરવામા આવ્યુ નથી, તૂટેલી નાળાની રેલીંગ ના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની જાણે તંત્ર રાહ જોતું હોય એવી સ્થિતિ સર્જાઇ છે. આ નાળાને ટકરાવવાથી ભૂતકાળ મા અનેકવાર અકસ્માત સર્જાયાની ઘટનાઓ બની ચુકી છે, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે પણ તેમ છતાં માર્ગ અને મકાન ખાતા દ્વારા આ દિશામાં કોઇ કાર્યવાહી કરાતી નથી. રોડ ખાતુ જાણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની જાણે રોડ ખાતું રાહ જોઇ રહ્યું હોય એવી લોક્ચર્ચા ઉભી થયેલી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક અસરથી આ નાળાનુ સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે.