Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

  • દાહોદ મા લાંચીયા અધિકારીઓ ઉપર તવાઈ
  • પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા
  • Advertisement
  • મકાન નો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલા મા રૂ 500 ની લાંચ ની માંગણી કરી
  • પીપલોદ ના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રુ. 305 લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ ઝડપાયા
  • પંચમહાલ એસીબી એ રંગે હાથ ઝડપી પાડયા
  • દિવાળી પૂર્વે એસીબીના એસીબીના સપાટા થી જિલ્લાના લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.04
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પટેલ ને રૂપિયા ૩૦૫ ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ પકડી પાડતા સમગ્ર દાહોદ જીલ્લાના તલાટી કમ મંત્ આ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ ગામના એક જાગૃત નાગરિકે નવું મકાન બનાવી તેની આકારણી રજીસ્ટરે નોંધણી માટે પીપલોદ ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ પટેલ પાસે ગયા હતા ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીએ નોંધણી કરવા અંગે જાગૃત નાગરિક પાસે મકાન નો વેરો વસૂલી લઇ તેની પાવતી આપવાના બદલામાં તલાટી કમ મંત્રી આર.વિ. પટેલે રૂપિયા ૫૦૦ ની લાંચની માંગણી કરેલ ત્યારે અરજદાર તલાટીને લાંચ આપવા માંગતા ન હોય જેથી આ જાગૃત નાગરિક દ્વારા એ સી બી ની વડી કચેરીના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી પંચમહાલ એ સી બી ગોધરા ખાતે ફરિયાદ આપતાં ફરિયાદીની ફરિયાદના આધારે પંચમહાલ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવી જાગૃત નાગરિક દ્વારા લાંચની રકમ આપતા રૂપિયા ૩૦૫ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, પંચમહાલ એ.સી.બી. એ લાંચીયા તલાટીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી, દિવાળી પૂર્વે દાહોદ જીલ્લામા એ.સી.બી ના સપાટા થી લાંચીયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ મા ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24