Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

  • દોઢ વર્ષથી પહેરેલ કપડે પિતાને ઘરે આવ્યા છતાં ફરક નહી પડતાં અંતે પોલીસ સ્ટેશનમા રાવ
  • પતિ તથા સાસુ, સસરા અને બે કાકા સસરા અને એક કાકી સાસુ સહિત છ લોકો વિરૂદ્ધ ફરિયાદ
  • Advertisement
  • ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી ઘરમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી શારીરિત માનસિક ત્રાસ આપતા હતા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.12
સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરણિતાને શહેરા તાલુકાના પોરડા ગામના સાસરિયાઓ દ્રારા ઘરના કામકાજ મુદ્દે અને તને ઘરમાં રાખવી નથી ઘરમાં આવીશ તો મારી નાખવાની ધમકી આપતાં દોઢ વર્ષથી પિતાના ઘરે આવેલી યુવતીએ આખરે સાસરિયાઓ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.
સીંગવડ તાલુકાના ચૂંદડી ગામની 34 વર્ષિય રેખાબેન ગોરાંગકુમાર પટેલના લગ્ન તા.23 જુન’2020ના રોજ શહેરા તાલુકાના પોયાડા ગામે રહેતા અશ્વિન પટેલના પુત્ર ગોરાંગ સાથે થયા હતા. ત્યારે રેખાના પતિ ગૌરાંગ ગોધરાની સ્કૂલમાં નોકરી કરતાં બન્ને ગોધરા રહેતા હતા. લગ્નજીવન દરમિયાન પતિ ગૌરાંગે રેખાબેનને ત્રણ માસ જેવુ સારી રીતે રાખ્યા બાદ ગાળો બોલી તને રાખવી નથી તેમ કહી અવાર નવાર મ્હેણા ટોણા મારતો હતો. તેમજ ઘરનુ કામકાજ બરાબર કરતી નથી, ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી ઘરમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી શારીરિત માનસિક ત્રાસ આપતો હતો, તેમજ સસરા અશ્વિન પટેલ, સાસુ મીનાબેન પટેલ, કાકા સસરા મુકેશ ચતુર પટેલ અને મહેશ ચતુર પટેલ તેમજ કાકી સાસુ કૈલાસ મહેશ પટેલ પણ અવાર નવાર મ્હેણા ટોણા મારી રેખાબેનના પતિ ગોરાંગને ચઢામણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ ઘર સંસાર બગડે નહી તે માટે રેખાબેન બધાનુ મુંગા મોઢે દુખ સહન કરતી હતી. સાસરિયાઓનો અસહ્ય ત્રાસ સહન કરવા છતા પતિ તથા સાસરિયાઓમાં કોઇ પણ જાતનો ફરક પડ્યો ન હતો. જેથી રેખાબેન પહેરેલ કપડે છેલ્લા દોઢેક વર્ષથી તેમના પિતાને ઘરે રહેવા આવી ગઇ હતી, દોઢ વર્ષનો સમય વિતવા છતા પતિ ગોરાંગકુમાર મા કોઇ પણ ફરક પડ્યો ન હતો. જેથી પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોય રેખાબેને પતિ ગોરાંગકુમાર તથા સાસુ, સસરા અને બે કાકા સસરા અને એક કાકી સાસુ સહિત છ લોકો વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરણિતાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24