Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ નવ તાલુકોઓમા ફરજ બજાવતા 20 ટેકનીકલ આસિસ્ટન્ટની એકસાથે સામુહીક અન્ય તાલુકાઓમાં બદલી કરી દેવામાં આવતા દાહોદ જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા યોજના અંતર્ગત તાલુકાની મનરેગા કચેરીઓમા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાની લેખિત અને મૌખિક રજૂઆત સ્થાનિક નેતાઓને તેમજ જિલ્લા કક્ષાએ અવાર નવાર મળતી જ હોય છે,  જેથી DDPC નિયામક અને DDOએ છેલ્લા ઘણા વર્ષોથી એક જ તાલુકાઓમાં સ્થાયી ફરજ બજાવતા 20 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવતા દાહોદ જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં આવેલા લીમખેડા, સીંગવડ, દેવગઢ બારીઆ, ધાનપુર, ગરબાડા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાઓમાંથી 20 જેટલા ટેકનીકલ આસિસ્ટન્ટ ની સામુહીક બદલી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ના નિયામક બી.એમ.પટેલ દ્વારા બદલીના આદેશ કરવામાં આવતા દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
દાહોદ જીલ્લામા સમાવિષ્ટ તાલુકાઓમા મનરેગા શાખાની રીડની હડ્ડી ગણાતા ટેકનીકલ આસિસ્ટન્ટ ની બદલીઓ કરવામા આવી છે, જેમા દાહોદ-2, દેવગઢ બારીઆ-3, ધાનપુર-1, ફતેપુરા-4, ગરબાડા-1, ઝાલોદ-2, લીમખેડા-3, સંજેલી-1, અને ના સીંગવડ-3 ટેકનીકલ આસિસ્ટન્ટની બદલીઓ કરવામા આવી છે,
દાહોદ  જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક સાથે 25 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવતા આવી છે. ત્યારે આ યોજનામાં જેની મુખ્ય ભૂમિકા છે તેવા જીઆરએસ (ગ્રામ રોજગાર સેવક)ની બદલી ક્યારે કરવામાં આવશે. તે પ્રશ્ન પણ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મનરેગામાં ગેરરીતિની વ્યાપક બુમોના પગલે તેમજ લાગવગ ચલાવી લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા ટેકનીકલ આસિસ્ટન્ટ બદલી કરાઈ હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે,  થોડા સમય પહેલા જ જીલ્લા પંચાયતની સામાન્ય સભામા એક કર્મચારી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામા આવતા ભારે હંગામો થયો હતો, સાથે મનરેગાના કામોમા ગેરરીતિ કરવામા આવી હોવાની બુમો પડી રહી હતી. જેને લઈ સત્તા પક્ષના જ કેટલાક નેતાઓએ રજૂઆતો પણ કરવામા આવી હતી. ત્યારે હવે લાંબા સમયથી એક જ જગ્યાએ સેટ થઈ ગયેલા ટેકનીકલ આસિસ્ટન્ટો પોતાની બદલી અટકાવવા અથવા મનપસંદ જગ્યાએ બદલીઓ કરાવવા ધમપછાડ કરે તો નવાઈ નહિ, ત્યારે દિવાળી ટાણે બદલીઓ કરવામા આવતા લોકોમા ચર્ચાનો વિષય બન્યો છે.

સંબંધિત પોસ્ટ

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24