Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

  • દાહોદનાં અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું
  • ખેતી-મજૂરીકામ કરતા છત્રસિંહે ૫૮ વર્ષની ઉંમરે દોઢ લાખથી વધુની સહાય મળતાં પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કર્યુ
  • Advertisement
  • સરકારની સહાય મળતાં પરિવારે જાતે જ મહેનત કરીને ફક્ત છ મહિનામાં જ ઘર બનાવ્યું
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
વર્ષો નીકળી જતાં હોય છે પોતાનું સપનું સાકાર કરવામાં, અથાગ પરિશ્રમ કરવાની તૈયારી છતાં પણ સપના, સપના રહી જતા હોય છે. દાહોદનાં છત્રસિંહ બારીઆને પોતાનું પાકું ઘર બનાવવાની ઇચ્છા સાથે એક ઉંમર પસાર થઇ ગઇ છતાં પણ પોતાના પરિવારને પાકું ઘર ન આપી શકયા. આખરે ૫૮ વર્ષની ઉંમરે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી તેઓ પોતાના આ સપનાને સાકાર કરી શકયા છે. સરકાર દ્વારા સહાય મળતાં જ છત્રસિંહે પોતાના કુંટુંબ સહિત મહેનત કરીને ફક્ત છ મહિનામાં જ પાકું ઘર બનાવી દીધું હતું. આ યોજના અંતર્ગત તેમને દોઢ લાખથી પણ વધુની સહાય પ્રાપ્ત થઇ છે.

દાહોદનાં પાલ્લી ગામમાં પોતાના સાત જણાંના પરિવાર સાથે રહેતા છત્રસિંહ જોખનાભાઇ બારીઆ વર્ષોથી પોતાનું પાકું મકાન બનાવવા માંગતા હતા. ખેતી અને મજૂરીકામ કરતા છત્રસિંહ પાસે આ માટે જરૂરી આવક નહોતી. પરિવારનું ગુજરાન તેઓ સરળતાથી ચલાવી શકતા હતા પરંતુ પાકું મકાન બનાવવા માટે તેમની પાસે કોઇ બચત હતી નહી.

પાલ્લી ગામના છત્રસિંહે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો અને વર્ષ ૨૦૧૯માં તેમને આ યોજના અંતર્ગત સહાયનો પહેલો હપ્તો રૂ. ૩૦ હજાર મળ્યાં. ત્યાર બાદ તબક્કાવાર તેમને રૂ. ૫૦ હજાર અને રૂ. ૪૦ હજાર મળ્યા. આ યોજના અંતર્ગત છ મહિનામાં મકાન તૈયાર કરી દેવામાં આવે તો અતિરિક્ત રૂ. ૨૦ હજારની સહાય આપવામાં આવે છે. છત્રસિંહે છ મહિનામાં જ મકાન બનાવી દેતાં તેમને આ સહાય પણ પ્રાપ્ત થઇ. આ ઉપરાંત મકાન બનાવવા માટે જાતે જ મજૂરી કરી હોય તો નરેગા યોજના સહાય આપવામાં આવે છે. છત્રસિંહે આ મકાન બનાવવા પોતાના કુંટુંબ સહિત જાતે જ મહેનત કરીને તૈયાર કર્યું હોય નરેગા યોજના હેઠળ રૂ. ૧૭૨૮૦ ની સહાય પ્રાપ્ત થઇ અને છત્રસિંહના પરિવારનું પોતાના ઘરનાં ઘરનું સપનું સાકાર થયું.

સરકાર પ્રત્યે ધન્યવાદભાવ વ્યક્ત કરતા છત્રસિંહ બારીઆ જણાવે છે કે, વર્ષોથી અમે કાચા મકાનમાં રહેતા હતા. કાચા મકાનમાં અનેક અગવડો રહેતી અને જંગલી જાનવરોનો ડર પણ રહેતો. પોતાનું પાકું મકાન બનાવવાની મારી ઇચ્છા હતી પરંતુ કદી પણ એટલા પૈસાની બચત થઇ શકતી નહોતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતાં મેં ફક્ત છ મહિનામાં જ પોતાનું પાકું મકાન બનાવી દીધું. આ મકાન બનાવવા અમારા આખાય પરિવારે મહેનત કરી પણ સરકારનો સાથ મળ્યો એટલે આ બધું શક્ય બની શકયું. આ દોઢ લાખની સહાય ના મળી હોત તો આ ઉંમરે પણ મારૂ પોતાનું પાકું મકાન બનાવી શકયો ન હોત.
ગરીબ પરિવારો જે પૈસાના અભાવે પોતાનું પાકું મકાન પણ નથી બનાવી શકતા તેવા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ સમાન છે. છત્રસિંહ જેવા લાખો પરિવારોએ આ યોજનાનો લાભ લઇને પોતાનું પાકું મકાન બનાવ્યું છે.

સંબંધિત પોસ્ટ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

Panchayat Samachar24