Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

ગાંધીનગરથી દાહોદ જિલ્લાની બિનસરકારી શાળાઓનું ઓડિટ કરવા આવેલી ટીમે મોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી ઓડિટ ટીમે શાળાઓ પાસેથી અનધિકૃત નાણાંની ઉઘરાણી કરી હોવાની ચર્ચાઓ શિક્ષક જગતમા જોરશોરથી સાંભળવા મળી રહી છે.
ઓડીટ ટીમને જિલ્લાની કુલ 194થી વધુ શાળાઓનું ઓડિટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમાં ફતેપુરા તાલુકાની 24, ઝાલોદ અને સંજેલી તાલુકાની 48, ધાનપુર-લીમખેડા-સીંગવડ તાલુકાની 45, દેવગઢ બારીયા તાલુકાની 32, ગરબાડા તાલુકાની 15 અને દાહોદ તાલુકાની 30થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે.
શિક્ષક જગતમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ઓડિટ ટીમે દરેક વર્ગ દીઠ ₹500ની ઉઘરાણી કરી છે. નવા નિમાયેલા શિક્ષકો પાસેથી ₹1500થી ₹2000 સુધીની રકમ માંગવામાં આવ્યા છે. પૂરો પગાર મેળવતા શિક્ષકો પાસેથી ₹2000ની ઉઘરાણી કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ છે.
શિક્ષણ જગતના બાતમીદાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એક શાળામાં પૈસાની લેવડ-દેવડનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો મીડિયાના પત્રકાર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. જો આ વીડિયો સાર્વજનિક થશે તો શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી શકે છે. ત્યારે હવે સમગ્ર અહેવાલ ટુક સમયમા જ પ્રસારીત થાય તેવી અટકળો ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24