Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનો શુભારંભ કરાયો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્પિટલમાં શરૂ થનાર નવી સુવિધા નુ ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે રિબિન કાપીને કર્યું, જેને લઈને ઉપસ્થિત લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે આ નવી સુવિધાઓના શુભારંભના સાક્ષી બન્યા હતા.

 

આ ઉદ્ઘાટન સમારોહમાં સાધુ-સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ પ્રયાસને આશીર્વાદ આપીને સમાજના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ચારભૂજા ક્લિનિકલ લેબોરેટરીની શરૂઆત સાથે હવે લોહીના તમામ પ્રકારના રિપોર્ટ્સ જેવા કે B12, D3, RBS, વિટામિન અને કેલ્શિયમના રિપોર્ટ્સ સહિત અન્ય જરૂરી તપાસો પણ કરવામાં આવશે.

આ નવી આરોગ્ય સુવિધાઓથી લીમખેડા અને આસપાસના વિસ્તારોના લોકોને મોટો લાભ મળશે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને અદ્યતન તબીબી સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે અને લોકોને દૂરના શહેરોમાં જવાની જરૂર ઘટશે.

આ કાર્યક્રમને સ્થાનિક લોકોએ આવકાર્યો અને તેને આ વિસ્તારના વિકાસમાં એક મહત્વનું પગલું ગણાવ્યું. આ સુવિધાઓ શરૂ થવાથી દાહોદ જિલ્લાના ગ્રામીણ સમુદાયને આધુનિક આરોગ્ય સંભાળનો લાભ મળશે, જે સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે.

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ: સરપંચ પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર પટેલને ભારે જન સમર્થન મળતા પલ્લુ ભારે!

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24