ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રવીણ ચૌધરીને આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે. સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક કરાઇ છે. અગાઉ તેઓ AMC માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. હવે તે આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે જ્યારે મનીષ ભારદ્વાજની આધાર કાર્ડની સંસ્થા UIDAIમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે નિમણુંક કરવામાં આવી. જ્યારે સી.વી. સોમને નર્મદા અને જળસંપત્તી વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુપમ આનંદને રાજ્ય આપદા પ્રબંધનના CEOનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.