ફતેપુરા તાલુકાની ગઢરા પ્રાથમિક શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જીલ્લા પંચાયત સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરુપે ફતેપુરા તાલુકા ની પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓ મા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા તાલુકાની સલરા જીલ્લા પંચાયત બેઠકના સભ્ય શાંતાબેન મુકેશભાઈ પારગીના અધ્યક્ષ સ્થાને ગઢરા પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાંતાબેન અને મુકેશભાઈ દ્વારા બાળકો ને કુમકુમ તિલક કરી બાળકો ને સ્કૂલ બેગ તેમજ ચોકલેટ આપી બાળકો નું સ્વાગત કર્યું હતું. અને બાળકોને શાળામા પ્રવેશ અપાવ્યો હતો, આ પ્રસંગે શાળા માં બાળકો ના વાલી,ગ્રામજનો,શાળા શિક્ષકો,આચાર્ય,ગ્રામજનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.