દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી.
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુન્ડાની જન્મ જયંતિએ તેમને પુષ્પાંજલિ અર્પવાના કાર્યક્રમોની ભરમાર સર્જાઇ હતી.જિલ્લા પંચાયતમાં પણ જિલ્લા ભાજપાના મહામંત્રીએ પણ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેઓએ આજના દિવસને સમગ્ર જનજાતિઓ માટે ગાૈરવનો દિવસ ગણાવ્યો હતો.
હાલના ઝારખંડમાં રાંચી નજીક આવેલા ઉલીહાત ગામમાં સુગના મુંડા અને કરમી મુંડાને ઘરે બિરસા મુન્ડાનો જન્મ 15 નવેમ્બર,1875માં થયો હતો.પહેલેથી જ તેમના મનમાં બ્રિટિશ શાસકો સામે રોષ હતો.જેથી 1 આક્ટોબર 1894ના દિને તેમણે નવ યુવાન નેતાના રુપમાં બધા મુન્ડાઓને એકત્ર કરી અંગ્રેજો સામે લગાન માફ કરાવવા પ્રતમ આંદોલન શરુ કર્યુ હતુ.1895માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર બાદ તેમને બે વર્ષની સજા પણ કરવામાં આવી હતી.દુષ્કાળમાં તેમણે સમાજના લોકોની અભુતપૂર્વ સેવા કરતા તેમને ધરતી આબાનુ બિરુદ મળ્યુ હતુ.ત્યાર બાદ તેમણે અંગ્રેજો સામે જંગ છેડી હતી અને 1897 થી 1900 ના વર્ષ સુધી અંગ્રેજો અને બિરસા મુન્ડાજી તેમના શિષ્યો વચ્ચે યુધ્ધ ચાલતુ જ રહ્ુ હતુ.ત્યાર બાદ તેમણે બિરસા મુન્ડાએ જાતે ધરપકડ વ્હોરી લીધી હતી અને 9 જુન,1900ના રોજ તેમણે કારાગારમાં રહસ્યમય રીતે અંતિમ શ્વાસ લીધા હતા.આટલા સૂરવીર હોવા છતાં તેમની ઓળખ આદિજાતી પુરતી સિમિત હતી ત્યારે તેમને વૈશ્વિક ઓળખ આપવાની નૈતિક ફરજ ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારે અદા કરીને તેમના જન્મ દિવસને જન જાતિ ગાૈરવ દિન તરીકે ઉજવવાનુ જાહેર કર્યુ છે.તેનાથી સમગ્ર સમાજને ગાૈરવ પ્રાપ્ત થયુ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સપરમા દિવસના કાર્યક્રમમાં ભાોપાલ હાજર રહ્યા હતા.દાહોદ જિલ્લામાં પણ જનજાતિ સમાજ જેમને ભગવાન માને છે તેવા બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજાયા હતા.જિલ્લા પંચાયત દાહોદમાં પણ ભાજપના જિલ્લા મહામંત્રી નરેન્દ્ર ભાઇ સોનીએ બિરસા મુન્ડાજીને પુષ્પાંજલિ અર્પી હતી.તેમના ઉદ્બબોધનમાં જણાવ્યુ હતુ કે આજનો દિવસ યુવાનો માટે પ્રેરણા રુપ છે કારણ કે બિરસા મુન્ડાએ જે બલિદાન આપ્યુ છે તે દેશ સેવા માટે યુવાધનને નવુ જોમ પુરુ પાડે છે.સાૈથી પહેલા દેશની વિભાવનાને સાર્થક કરતુ તેમનુ જીવન માત્ર જન જાતિઓ નહી પરંચુ સમગ્ર દેશ માટે દીવાદાંડી સમાન છે.આજે જનનાયકને સાચી શ્રધ્ધાંજલિ મળી છે અને સમગ્ર દેશને તેમની સાચી ઓળખ મળી છે.કારણ કે તેમનુ ભારતની આઝાદીમાં અનન્ય યોગદાન રહેલુ છે.