Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

લીમખેડાના ઝાલોદ રોડ ઉપર બરોડા બેંકના એટીએમની સામે ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ તાજેતરમાં ધામધૂમથી કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ છેલ્લા ચાર વર્ષથી સતત સેવા આપી રહી છે અને હવે તેને અત્યાધુનિક મેડિકલ સંસાધનોથી સજ્જ કરવામાં આવી છે. 24 કલાક ડિલિવરી સેવા સહિત અધ્યતન સોનોગ્રાફી મશીન દ્વારા તપાસ અને સ્ત્રી રોગોને લગતી તમામ સારવાર અહીં ઉપલબ્ધ થશે.

 

 

આ હોસ્પિટલ અનિયમિત માસિક, સફેદ પાણી પડવું, પ્રેગ્નન્સીમાં તકલીફ અને વારંવાર ગર્ભપાત જેવી સમસ્યાઓનું નિદાન અને સારવાર પૂરી પાડશે. બાળરોગની સારવારમાં નેબ્યુલાઇઝર દ્વારા નાસની સેવા ઉપરાંત સરદી, ખાંસી, માથાનો દુખાવો, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવા તાવ તેમજ કમળો, ઝાડા-ઉલટી, કોલેરા, બી.પી. અને ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટે પણ સજ્જ છે.

શુભારંભ પ્રસંગે સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી, જ્યારે આસપાસના લોકો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. ભાવીકભાઈ ડબગર, ડૉ. દિવ્યેશ ડબગર અને નરેશભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ હોસ્પિટલને તમામે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે હાજર રહેલા લોકોએ હોસ્પિટલની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી અને સમાજના હિત માટે આ એક મહત્વનું પગલું ગણાવ્યું. ભવ્યમ હોસ્પિટલ આગામી સમયમાં આરોગ્ય સેવાઓમાં નવું ધોરણ સ્થાપિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24