ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ
Advertisement
સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.25
ભારત સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામા આવી છે, જેમા દેશ ના પ્રથમ ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત ના નામની જાહેરાત કરવામા આવી છે જેઓનુ થોડા દિવસો અગાઉ એક વિમાન દૂર્ઘટનામાં શહીદ થયા હતા, દેશના CDS જનરલ બિપિન રાવત અને ભાજપના દિવંગત નેતા કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રભા અને કળા, રાધેશ્યામ ખેમકાને સાહિત્ય અને શિક્ષણ, જનરલ બિપિન રાવતને સિવિલ સર્વિસ અને કલ્યાણ સિંહને લોક કલ્યાણ ક્ષેત્રમાં ઉલ્લેખનિય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તો ગુજરાતના સ્વામિ સચ્ચિદાનંદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે.