Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે આવેલા ફટાકડાના ગોડાઉનમાં આજે બપોરે આકસ્મિત આગ લાગતા આસપાસ રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. ફડાટકડાના ગોડાઉનની બાજુમાં રહેણાંક મકાન પણ હતું જેના કારણે ભયનો માહોલ છવાયો હતો. સદ્‌નસીબે આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દાહોદ જિલ્લામાં હાલ આગના આકસ્મિક બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક આગના બનાવને પગલે ગામમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલા ખેડા ગામમાં એક ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિત આગ ફાટી નીકળીતમાં ગોડાઉનમાં મુકી રાખેલા ફટાકડાં ધાંણીની માફક ફુટવા લાગ્યાં હતાં અને જેને પગલે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાળ આકાશમાં જોવા મળ્યાં હતાં.

ઘટનાની જાણ તાત્કાલિક નજીકના ફાયર ફાઈટરોને કરતાં ફાયર ફાઈટરના ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોઈ લગભગ આ ગોડાઉનના માલિક દ્વારા ફટાકડાનું વેચાણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આવા સમયે ફટાકડાનું વેચાણ કેટલું યોગ્ય અને તે પણ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનું ગોડાઉન રાખવું કેટલું હિતાવહ્‌ છે? તે પણ ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે. બીજી તરફ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો