ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો
પોલીસે રૂપિયા 89 હજાર 410ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો
Advertisement
લીમડી પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
દાહોદ જીલ્લો રાજેસ્થાન અને મધ્યપ્રદેશ ની સરહદ ને અડીને આવેલો જીલ્લો હોવાથી બુટલેગરો ગુજરાત માં દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. રાજેસ્થાન બોર્ડર ને અડીને આવેલા ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂની ખેપ મારતા એક યુવક ને લીમડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવક પાસે થી રૂ. 54 હજાર 410નો વિદેશી દારૂ પકડી પડ્યો હતો, લીમડી પોલીસે યુવક ‘પાસે થી મોટર સાયકલ જપ્ત કરી હતી. લીમડી પોલીસે ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના દેપાડા ગામનો પિયુષ પરમાર તેની માલિકીની મોટર સાયકલ પર પડોસી રાજ્ય માંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાત માં ઘુસાડવાનો પ્રયત્ન કરતો હતો. જેની બાતમી લીમડી પોલીસને મળતાં લીમડી પોલીસે વોચ ગોઠવી પિયુષને મોટર સાયકલ સાથે ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂ તથા બિયરની રૂા. 54 હજાર 410ની કિંમતની કુલ 377 બોટલો તેમજ એક્ટિવા મળીને કુલ રૂા. 89 હજાર 410નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ ફરિયાદ માં વિદેશી દારૂનો જથ્થો વેચનાર શૈલેષ ડામોર અને મોટર સાયકલ ના માલિક દિનેશ પરમાર વિરુધ લીમડી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.