Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

  • કોરોના વેક્સિન ન લેનાર લોકો માટે સરકારી નિયંત્રણ લગાવ્યા
  • કોરોના વેક્સિન નહિ લેનારને કેટલીક જગ્યાઓ પર પ્રવેશ પર પ્રતિબંધ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
સમગ્ર દેશ સહિત દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ ના ભરડામા છે, કોરોના સંક્રમણના અટકાવવા અનેક નિયમો અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યા છે, કોરોના સંક્રમણને રોકવા માટે રસી એકમાત્ર ઉપાય છે. કોરોના વાયરસ સામે ભારત પણ સતત મજબૂતી સાથે લડી રહ્યુ છે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાગરિકને વિનામૂલ્યે પોરણા વ્યક્તિના બે ડોઝ આપી તેને કરુણાથી સુરક્ષિત કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 110.23 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તેમ છતાં હજી ઘણા લોકો એવા છે જેઓએ કોવિડ-19 રસી લીધી નથી જેને લઈને ગુજરાત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે.
ગુજરાત સરકારે એવા લોકો માટે કેટલાક નિયંત્રણો લગાવ્યા છે, જે લોકો યોગ્યતા ધરાવતા હોવા છતાં કોરોના વેક્સિન લેતા નથી. આ અંગે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ  18 વર્ષથી વધુ ઉંમરના જેઓ રસી માટે લાયક છે અને હજુ સુધી પ્રથમ કે બીજો ડોઝ મળ્યો નથી, તેમને એએમટીએસ, બીઆરટીએસમાં પ્રવેશ આપવામાં આવશે નહી. કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટમાં પણ જવા દેવામાં આવશે નહીં.
નવી માર્ગદર્શિકા અનુસાર લાઇબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, AMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ ઇમારતોમાં પ્રવેશતા પહેલા રસીના પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. સરકારની આ સૂચના બાદ હવે આવા લોકો કાં તો વહેલામાં વહેલી તકે રસી આપવા માટે આગળ આવશે અથવા તો તેઓએ તેમના ઘરે જ રહેવું પડશે.
મયુર રાઠોડ,  મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

ગુજરાત વિભાનસભાની ચુંટણીની થઈ શકે છે જાહેરાત: જાણો ચુંટણીની સંભવિત તારીખો

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24