
-
તાલુકા પ્રાથમિક શાળામા ૨.૨૪ લાખના ખર્ચે તૈયાર થયેલા જ્ઞાનકુંજ પ્રોજેક્ટનુ લોકાર્પણ
-
ધોરણ-6 થી 8 ના વિદ્યાર્થીઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી થશે લાભ
-
આધુનિક સુવિધાઓ યુક્ત શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસ તૈયાર કરાયો
પંચાયત સમાચાર24, લીમખેડા તા.2
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણમા વ્યાપક પ્રમાણમા સુધારા વધારા કર્યા છે, સરકાર દ્વારા સરકારી શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીને ખાનગી શાળાની પણ ઉત્તમ શિક્ષણ અને સુવિધાઓ પુરી પાડવા અનેક યોજનાઓ અમલમા મુકી છે, હાલમા રાજય સરકાર દ્વારા ૧લી ઓગસ્ટ થી ૯મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી વિકાસને તેજ ગતિથી આગળ વધારવા કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવી રહ્યા છે, ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પહેલી ઓગસ્ટના જ્ઞાનશક્તિ દિનની ઉજવણી તાલુકા શાળા લીમખેડા ખાતે કરવામાં આવી હતી, જ્ઞાનશક્તિ દિન ઉજવણી અંતર્ગત તાલુકા શાળા લીમખેડામા ફાળવેલ ધોરણ-6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 2.24 લાખના ખર્ચે તૈયાર કરવામા આવેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનુ લોકાર્પણ શાળા એસ.એમ.સી. કમીટીના પ્રમુખ નિતેશભાઈ રાઠોડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે લીમખેડા બ્લૉકના બી.આર.સી. કો.ઓર્ડિનેટર, ગ્રામ પંચાયત સભ્યો, એસ.એમ.સી.સભ્યો અને ગ્રામજનો, વાલીમીત્રો તેમજ શાળાનો તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.




