ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો રાજસ્થાન થી કબજો મેળવ્યો.
Advertisement
પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ.
પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા જતા બે વર્ષની બાળકી અપહરણ કર્યું હતું.
હિતેશ કલાલ સુખસર.તા.૧૯
ફતેપુરા તાલુકાના ઘુઘસમાં કુટુંબી દિયર દ્વારા પરિણીતાની આબરૂ લેવાની કોશિશ કરી હતી તેમજ અન્ય ચાર ઈસમો દ્વારા પણ ધાક ધમકી આપી હતી અને પરિવારજનો ફરિયાદ કરવા જતા આરોપીઓ દ્વારા બે વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું જે બાબતે પોલીસ ફરિયાદ થતા જ જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પોલીસ મહાનિદેશક અને જિલ્લા પોલીસવડાના આદેશથી ફતેપુરા પોલીસે ટીમ બનાવી રાજસ્થાનના સેન્ડ ગડુંલી ગામે થી બાળકીનો કબજો મેળવ્યો હતો અને પાંચ પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામ ખુંટા ફળિયામાં 15 જુલાઇના રોજ સાંજના સમયે પરિણીતાની એકલતાનો લાભ લઇ કુટુંબી દિયર દ્વારા ચાર સાગરીતોની મદદથી આબરૂ લેવાની કોશિશ કરી હતી જેમાં હવસનો શિકાર બનાવવામાં નાકામયાબ હતા પાંચેય જણા ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારબાદ પરણિતાએ સમસ્ત હકીકત પરિવારજનોને અને પતિને જણાવી હતી અને ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા અને પરિણીતા તેની બે વર્ષની નાની બાળકીને ઘરે એની નણંદ પાસે મૂકી ગયા હતા. જેમાં આરોપીઓને પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તેવી જાણ થતા ૩ આરોપીઓ દ્વારા બાઇક લઇને તેમના ઘરે ગયા હતા અને કેમ ફરિયાદ કરવા ગયા છો તેવું જણાવી નણંદ પાસે રહેલ બે વર્ષની બાળકીનું અપહરણ કરી ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ બાબતની પોલીસ ફરિયાદ ફતેપુરા પોલીસ મથકે નોંધાઈ હતી જેને લઇને દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરવાનો હુકમ કર્યા હતા જેમાં પોલીસ મહાનિદેશક એમ.એસ ભરાડા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ની સૂચનાથી પી.એસ.આઇ સી.બી બરંડા દ્વારા સ્ટાફ ના મુકેશકુમાર ઉદેશીહ, વિનુજી મેરુજી, કલ્પેશકુમાર ડાહ્યાભાઈ, પીન્ટુ કુમાર સુભાષભાઈ, દીપકકુમાર ચંદ્રસિંહ, લાલસીંગભાઈ વિરકાભાઈની ટીમ બનાવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સઘન તપાસ હાથ ધરી હતી અને રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ફતેપુરા તાલુકા ની સરહદ પર આવેલા સેન્ડ ગડુલી ગામે ખાનગી વાહન મારફતે જઈ છટકું ગોઠવ્યું હતું અને સફળતાપૂર્વક અપહરણ થયેલ બે વર્ષની બાળકી નો કબજો મેળવ્યો હતો. પાંચ પૈકી ત્રણ આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. જેમા આનંદ મલજી પારગી, પ્રકાશ હકરા પારગી, અને પપ્પુ ચીમન પારગી નો સમાવેશ થાય છે. ફતેપુરા પોલીસ ને ઓપરેશન પાર પાડવામાં સફળતા મળી હતી.
આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી આનંદ મલજી પારગી અગાઉ પાંચ ગુનામાં વોન્ટેડ હોવાનું માહિતી મળી છે જેમાં ફતેપુરાના ચાર ગુના મારામારી રાયોટીંગ બળાત્કાર અપહરણ છેડતી અને લુણાવાડામાં ચોરીના ગુના નો સમાવેશ થાય છે.