Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

  • સ્થાનિક ગ્રામજનોએ ગેરકાયદેસર થતુ દબાણ અટકાવવા અનેક વખત રજુઆત કરવા છતા સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યુ
  • સ્થાનીક વહીવટીતંત્રની મીલીભગતથી ફતેપુરાની સરકારી જમીનો પચાવી પાડવાનુ મસમોટુ કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપો
  • Advertisement
  • સ્થાનિક ગ્રામજનોએ રાજ્ય સરકાર સુધી રજુઆત કરતા આખરે તંત્ર હરકત મા આવ્યુ
  • ફતેપુરાના બે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18 
ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલ સરકારી મામલતદાર કચેરી હસ્તક ની જમીન રે. સ. નં.૩૩૪(જૂનો ૧૩૫/૨) વાળી કરોડો રુપીયાની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી મસમોટુ શોપિંગનુ ગેરકાયદેસર બાંધકામ કરનાર ફતેપુરા નગરના ભૂ-માફિયાઓ વસંતલાલ નાનાલાલ કલાલ અને પંકજ વસંતલાલ કલાલ વિરૂદ્ધ ફતેપુરા મામલતદારે લેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોધાવતા ભૂમાફિયાઓ મા ફફડાટ ફેલાયો હતો.
ગુજરાતમાં જમીનો પર ગેરકાયદેસર કબજાની અનેક ફરિયાદો રાજ્ય સરકારને મળતાં રાજ્ય સરકાર દ્વારા આવા ભૂ-માફીયાઓને કાબુમા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિગ એક્ટ નો નવો ખરડો વિધાનસભામાં પસાર કરી કડક કાયદો અમલમાં મૂક્યો છે, જેના અનુસંધાને સરકારને અનેક ભૂમાફિયાઓ ઉપર કાબૂ કરવામાં સફળતા મળી હતી.
જોકે સમગ્ર ગુજરાતમાં ના બન્યો હોય એવો બનાવ દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં નોંધાયો છે, જેમાં સરકારી જમીન પર કબજો કરતા કબજેદારો સામે પોતે સરકાર જ ફરિયાદી બની છે, આશ્ચર્યની બાબતતો એ છે કે, આ સમગ્ર ઘટનામાં કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવા આવી છે, તેની સામે ફતેપુરાના જાગૃત ગ્રામજનોએ બાયો ચડાવી હતી,  અને સરકારી જમીન પર જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યું હતુ તેને રોકવા સ્થાનિક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા ગ્રામ પંચાયત ને અનેકવાર લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓએ આ સરકારી જમીન પર થતુ દબાણ અટકાવવાને બદલે સરકારી જમીન થતુ બાંધકામ ચાલુ રખાવ્યુ હોવાનો ગ્રામજનોએ અનેકવાર આક્ષેપો કર્યા હતા, ગ્રામજનોએ અનેકવાથ કામગીરી બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભૂમાફિયાઓને સ્થાનિક તંત્ર નો આડકતરી રીતે ભરપુર સહયોગ હોવાના કારણે બાંધકામની કામગીરી ચાલુ રહી હતી,  તેમ છતાં પણ ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકરણમાં ઢાંકપિછોડો કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો, જોકે કહેવાય છે કે અસત્યની સામે સત્યનો વિજય હોય જ છે, જ્યારે વાડ ચીભડા ગલતી હોય તેમ સમગ્ર પ્રકરણમાં જેની સંડોવણી હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે તેવા ફતેપુરા મામલતદાર દ્વારા આજ રોજ ફરિયાદી પક્ષે ફરિયાદી બનીને લેન્ડ ગ્રેબિગ હેઠળ ફતેપુરા ના બે ભૂમાફિયાઓ વસંત કલાલ અને પંકજ કલાલ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે, જે ફરિયાદ ને લઈને સમગ્ર વહીવટીતંત્ર સામે અનેક પ્રશ્નાર્થો ઉભા કરે છે, કારણ કે, એક તરફ ફતેપુરા મામલતદારની નજર સામે જ સરકારી જમીન પર શોપિંગ સેન્ટર બની ગયું છે, અને બીજી તરફ મામલતદાર પોતે આટલું મોટું શોપિંગ સેન્ટર બન્યા છતાં પણ કોઇ કાર્યવાહી નહીં કરી શક્યા અને છેલ્લે પોલીસ ફરિયાદ નોંધી નોંધાવી અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. સ્થાનિક ગ્રામજનોએ જ્યારે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ થતુ હતુ તે દરમિયાન અનેકવાર મામલતદાર,  ટીડીઓ તેમજ ગામના સરપંચને અનેક રજુઆતો કરી હતી, પરંતુ એકપણ અધિકારીએ ભૂમાફિયાઓ સામે કોઈપણ પ્રકાર કાર્યવાહી નહી કરતા અનેક પ્રશ્નાર્થો ઉભા કરી રહ્યા છે, તો બીજી તરફ લેન્ડ ગ્રેબિગ એક્ટ જે કાયદો છે, એ ખાનગી મિલકત ની સામે કોઈ જો કબજેદાર કે ભૂમાફિયાઓ કબજો કરતા હોય તેઓની સામે જ આ કાયદાનુ શસ્ત્ર ઉગામવામાં આવતુ હોય છે, પરંતુ સરકારી જમીન પર જ્યારે માથાભારે ભૂમાફિયા તત્વો કબજો કરે છે ત્યારે સરકારી અધિકારીઓ પોતે સરકારી જમીન પરનુ દબાણ દુર કરવાના બદલે અધિકારી પોતે ફરિયાદી બનતા અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે, તો આમ જનતા સામે આવા ભૂમાફિયાઓ કઇ રીતનો નગ્ન નાચ કરતા હશે તે સમજવુ ખુબ જ અઘરુ છે, ત્યારે હવે ફતેપુરાની સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરેલ શોપિંગ સેન્ટર ક્યારે દુર કરવામા આવશે તેના પર સૌ ગ્રામજનો મીટ માંડીને બેઠા છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24