લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામમાં ધેડ ફળીયા સ્થિત માતાજી ના મંદિરમાં મહાકાલી માતાની મૂર્તિ સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે કરવામાં આવી. ગાયત્રી મહાયજ્ઞ માટે દાહોદ જીલ્લા ગાયત્રી પરિવારના સંઘટક યોગેશભાઈ પરમાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો.
માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં આજુબાજુ ગામોના માઈભક્તો જોડાયા હતા, પ્રસાદનો ભજન-સંધ્યાનો લાભ લઇ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગામમાં મહાકાલી મંદિરમા માતાજીની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતા ગામના સૌ આગેવાનો અને માતાજીના ભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.