દાહોદ જીલ્લા એ અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ધરાવતો આદિવાસી બાહુલ્ય જીલ્લો છે, ગામડાની ગરીબ અને અભણ પ્રજાને પડતી મુશ્કેલીઓના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, આજના આધુનિક અને ડીજીટલ જમાનામા વિજળી એ જીવન જરૂરિયાત નો અભિન્ન અંગ બની ગયુ છે, વિજળી વિના આજનો માનવી જીવન જીવી શકે તે પરિસ્થિતિ મા નથી તેવા સમયમા દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાનુ ગરાડુ ગામ કે, જેને તળાવ ફળિયા વિસ્તાર મા રહેતા આદિવાસી સમાજના 23 જેટલા પરિવારોના ઘરોમા છેલ્લા એકાદ વર્ષથી વીજળી કનેક્શન ન હોવાના કારણે અંધારપટમાં પોતાનુ જીવન પસાર કરવાનો વારો આવ્યો છે, આ આદિવાસી પરિવારો દ્વારા વિજ કચેરીને અનેકવાર લેખિત અરજીઓ કરવા છતાં વિજ કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા આજ દિન સુધી વિજ કનેક્શન આપવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ નથી, ગરાડુ ગામના લોકોએ વિજ કચેરીના છેલ્લા એક વર્ષથી ધમધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતા કોઈ પરિણામ નહિ આવતા લોકોએ આખરે ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારાને લેખિત ફરિયાદ કરી હતી, ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા સમગ્ર મામલે સબંધિત વિજ કચેરીના અધિકારીઓને આ પરિવારોને 23 પરિવારોને તાત્કાલિક અસરથી કુટિર જ્યોત યોજના અન્વયે વીજ કનેક્શન આપવા ભલામણ કરી હતી. પરંતુ વિજ કચેરીના અધિકારી ધારાસભ્ય ની ભલામણને પણ ઘોળીને પી ગયા હતા અને આજ દિન સુધી ગરાડુના 23 પરિવરોના ઘરોમા વિજ કનેક્શન થી વંચિત રહેવા પામ્યા છે. જેના કારણે ગરાડુંના 23 જેટલા પરિવારોને છેલ્લા એક વર્ષથી વીજળી વિના જીવન વ્યતિત કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે વિજ કચેરીના અધિકારીઓ ક્યારે આ પરિવારોના ઘરોમા વિજ કનેક્શન આપી તેમના જીવનમા અજવાળુ કરે છે તે જોવાનુ રહેશે.