Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

  • લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં નહિ આવતા અકસ્માતનો ભય
  • લીમખેડા માર્ગ અને મકાન વિભાગ તંત્ર ઘોર નિંદ્રામાં: અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ?
  • Advertisement
  • તૂટેલાં નાળાને કારણે અકસ્માતનો થવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.19
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં છે. જેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરવામા આવ્યુ નથી, તૂટેલી નાળાની રેલીંગ ના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની જાણે તંત્ર રાહ જોતું હોય એવી સ્થિતિ સર્જાઇ છે. આ નાળાને ટકરાવવાથી ભૂતકાળ મા અનેકવાર અકસ્માત સર્જાયાની ઘટનાઓ બની ચુકી છે, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે પણ તેમ છતાં માર્ગ અને મકાન ખાતા દ્વારા આ દિશામાં કોઇ કાર્યવાહી કરાતી નથી. રોડ ખાતુ જાણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની જાણે રોડ ખાતું રાહ જોઇ રહ્યું હોય એવી લોક્ચર્ચા ઉભી થયેલી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક અસરથી આ નાળાનુ સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24