-
વાંદરિયા પ્રાથમિક શાળા મા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
-
પોલીસે ચોરીના ગુન્હામા સંડોવાયેલ છ આરોપીઓની ધરપકડ કરી
-
કોમ્પ્યુટર, સીપીયુ, મોનીટર તેમજ પ્રિન્ટર મળી રૂપિયા ૨૦૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.19
ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામા ચોર ટોળકીએ રુમનુ તોડી રુમમા મુકેલા કોમ્પ્યુટરનુ સીપીયુ-૧, LCD મોનીટર-૬, CRT મોનીટર-૧, પ્રિન્ટર-૧ મળી કુલ ૨૦૫૦૦/- કિમંત ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે ચોરીની ફરિયાદ શાળાના શિક્ષક ધારજીભાઈ મડિયાભાઈ પારગી ( રહે જલઈ તા.ફતેપુરા જિલ્લો.દાહોદ) એ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે તા.02/10/2021 ના રોજ નોંધાવી હતી, ફતેપુરા પોલીસે હાલ તો ફરીયાદ દાખલ કરી ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ સી.બી.બરંડાએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ તસ્કરોનુ પગેરુ મેળવવા તાબાના માણસોની અલગ અલગ ૩ ટીમો બનાવી ચોરીના ગુન્હાના આરોપીઓ શોધવા માટે આધુનીક ટેકનોલોજી તથા સી.સી.ટીવી ફુટેઝ તથા હયુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી તપાસ શરુ કરી હતી, જે તપાસ મા આરોપીઓ ચોરી કરી બહાર નાસતા – ફરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, ત્યારે ફતેપુરા પોલીસે આ આરોપીઓને પકડી પાડવા સઘન વોચ ગોઠવી હતી જેને લઈને આરોપીઓ પોતાના ધરે પરત આવેલ હોવાની માહીતી મળતાની સાથે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ સી.બી. બરંડાએ આ આરોપીઓને ઝડપી પાડવા ત્રણ અલગ અલગ ટીમોને આરોપીઓ ધરે મોકલી ઘરને કોર્ડન કરી (૧) સંજય ઉર્ફે સુભાષ બાબુભાઇ જાતે.કટારા ઉ.વ .૨૦ રહે.વાંદરીયા પુર્વ તા.ફતેપુરા જી.દાહોદ તથા (૨) દિલીપભાઇ ગૌતમભાઇ જાતે.કટારા ઉ.વ .૨૦ રહે.વાંદરીયા પુર્વ તા ફતેપુરા જી.દાહોદ તથા (૩) જથેશભાઇ મોહનભાઇ જાતે.પારગી ઉ.વ .૨૦ રહે.નાની ચરોલી તા.ફતેપુરા જી.દાહોદ (૪) મહેશભાઇ રામજીભાઇ જાતે.મછાર ઉ.વ .૧૯ રહે.ગાંગડતલાઇ તા.ગાંગડતલાઇ જી.બાસવાડા ( રાજસ્થાન ) (૫) સુક્રમભાઇ રમસુભાઇ જાતે ગરાસીયા ઉ.વ .૧૯ રહે બોરકુંડા તા.ગાંગડતલાઇ જી.બાસવાડા ( રાજસ્થાન ) તથા એક બાળકીશોર ને ઝડપી લીધા હતા, પોલીસે આરોપીઓએ ચોરી કરેલ મુદામાલ મા કોમ્પ્યુટરનુ સી.પી.યુ, નંગ -૧, HCL કંપની ના એલ સી ડી નંગ -૦૬ , CRT મોનીટર નંગ – ૦૧ તેમજ HP કંપની નું પ્રિન્ટર નંગ – ૦૧ મળી કુલ ૨૦૫૦૦/- કિમંત નો ચોરી થયેલ 100% મુદ્દામાલ રીકવર કર્યો હતો સાથે ચોરીના ગુન્હામા ઉપયોગમા લીધેલ મોટર સાઇકલ GJ-07 -AM-742 ની સાથે પકડી પાડવામા ફતેપુરા પોલીસને સફળતા મળી હતી.