ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન મહાવીર કોલેજ ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ સાયક્લોથોનને આજે સવારે 7:30 કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ફીટ ઇંડિયા મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ અને તે અંતર્ગત કોરોનાથી સમાજેન મુક્તિ મળે તેવો સંદેશો પણ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમમાં 7 હજાર જેટલા લોકો સામેલ થયા હતા
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલે ભગવાન મહાવીર કોલેજ ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ સાયક્લોથોનને સવારે 7:30 કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અંદાજે 7000 લોકો ભેગા થયા હતા. સવારે 8:30 વાગ્યે સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીનું પૂજનઅર્ચન કરી‘નદી ઉત્સવ’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યું હતું . યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે પાલિકા તથા સુડાના કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. 12 વાગ્યે વક્તાણા ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ, સી-4 પ્રોજેક્ટ સેક્શન અને ભાટિયા ટોલ પ્લાઝા ખાતે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની મુલાકાત લેશે.