દાહોદ શહેર ના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન
એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા
Advertisement
શહેરમા રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ શહેર નો જ્યારથી સ્માર્ટસિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર થી શહેર ને સ્માર્ટ બનાવવા ના નામે અનેક યોજનાઓના કર્યો ની શુભ શરૂઆત કરવામાં આવી છે જોકે આ તમામ વિકાસ ના કર્યો મંથર ગતિએ ચાલતા હોવાથી શહેરીજનો ને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડેછે તો બીજી તરફ શહેર માં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા એ પણ માઝા મૂકી છે શહેર ના માર્ગો સાંકડા અને રોજ બરોજ દ્વિચક્રી વાહનો કાર તેમજ અન્ય મોટા વાહનો એજ જુના સાંકડા માર્ગો પર દોડે છે ત્યારે ટ્રાફિક સમસ્યા ને હળવી કરવા માટે સ્માર્ટસિટી અંતર્ગત ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા છે જેથી મહદ અંશે ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ આવે જોકે આ તમામ ટ્રાફિક સિગ્નલો લાગેલ હોવા છતાંય શોભા ના ગાંઠિયા બની ને રહ્યા છે થોડા સમય પહેલા સિગ્નલો કાર્યરત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ફરીથી એ તમામ સિગ્નલો માત્ર દેખાવ પૂરતા જ રહ્યા છે એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા તો ત્રીજી તરફ રસ્તે રખડતા ઢોરો નો ત્રાસ હાલ દાહોદ સ્માર્ટસિટી બનશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલ તો દાહોદ ના નાગરિકો એકજ વાત કહે છે કે જાયેં તો જાયેં કહાં.