Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

  • દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ
  • દાહોદ પોલીસ દ્વારા ચાર તાલીમ વર્ગો યોજી ચાર હજાર જેટલા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી
  • Advertisement
  • પોલીસ મુખ્ય મથક ખાતે એસી શ્રી હિતેશ જોયસર અને ડીવાયએસી શ્રી પરેશ સોલંકીએ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવ્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.20
દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે યુવાનો માટે યોજાયેલા સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો આજે પોલીસ અધીક્ષક હિતેશ જોયસરે પ્રારંભ કરાવ્યો હતો. બે માસ સુધી ચાલનારા આ તાલીમ વર્ગમાં ૭૦૦થી વધુ યુવાનો ભાગ લઇ રહ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ચાર જેટલા વર્ગો યોજવામાં આવ્યા છે અને તેમાં ચાર હજાર જેટલા યુવાનોએ લાભ લીધો છે.

તાલીમના પ્રારંભે યુવાનોને સંબોધન કરતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, કોઇ પણ લક્ષ્યને સખત મહેનતથી જ પ્રાપ્ત કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લક્ષ્ય બનાવી તમામ યુવાનો તેને લગતી બાબતોમાં સખત મહેનત કરે તે જરૂરી છે. ખાનગી સંસ્થાઓની સાપેક્ષે સરકારી નોકરીનું યુવાનોમાં આકર્ષણ વધુ છે. એક વખતની સારી મહેનતથી વ્યક્તિગત વિકાસની સાથે પરિવારનું ભવિષ્ય પણ સુરક્ષિત બને છે.

તૈયારીની આડે આવનારા વિક્ષેપોને ઓળખી તેનાથી દૂર રહેવાની શીખ આપતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ મોબાઇલના વળગણથી દૂર રહેવું જોઇએ. મોબાઇલની પાછળ બિનજરૂરી સમયનો વ્યય થાય છે અને પરીક્ષામાંથી ધ્યાન પણ ભટકી જાય છે. એટલે, તૈયારી દરમિયાન જો મોબાઇલથી દૂર રહીએ તો સફળ થવાની શક્યતા વધી જાય છે. અતઃ સ્વયંશિસ્ત ખૂબ જ જરૂરી બની જાય છે.

તેમણે એમ પણ કહ્યું કે, આ તાલીમ વર્ગ બે માસ સુધી ચાલશે અને જો આવશ્યક્તા જણાય તો એક માસ વધારવામાં આવશે. હાલના તબક્કે સવાર અને સાંજ એમ બે બેચને બેબે કલાક તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. છાત્રોની ગ્રહણશક્તિની અનુકૂળતા જોઇને જરૂર પડે તો ત્રણ કલાકનો એક તાસ કરવામાં આવશે. બહારથી આવતા છાત્રોને સમયની અનુકૂળતા કરી આપવામાં આવશે.

આ તાલીમ વર્ગના છાત્રોને પરીક્ષામાં ઉપયોગી નિવડે એવું સામાન્યજ્ઞાનને લગતું સાહિત્ય દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા આપવામાં આવ્યું છે.
ઉદ્દઘાટન સત્રના અંતે આભાર વિધિ નાયબ પોલીસ અધીક્ષક પરેશ સોલંકીએ કરી હતી. આ વેળાએ સબ ઇન્સ્પેક્ટર જે. સી. જાદવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24