Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે દિપડાએ વાછરડા પર હિસંક હુમલો કરી શિકાર કર્યો હતો, સાંજના સમયે આવીને વાછરડા ઉપર હુમલો કરી મારણ કરી ઉપાડીને લઈ જતાં આ અંગેની જાણ ગ્રામજનોમાં થતાં ગ્રામજનોમાં દીપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ મામલાની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને જરૂરી તપાસ હાથ ધરી હતી.
સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે રહેતાં ભુરીબેન કડકીયાભાઈ ભમાતે તેમના ઘરની પાછળના ભાગે એક વાછરડું બાંધી રાખ્યું હતું. અંદાજે લગભગ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ દીપડો ભુરીબેનના ઘરની આસપાસ આવ્યો હતો અને બાંધી રાખેલા વાછરડા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, તેમજ હુમલો કર્યાં બાદ વાછરડાનું મારણ કરી તેને ઉપાડી લઈ ગયો હતો. આ અંગેની જાણ ભુરીબેન તથા તેમના પરિવારજનોને થતાં તેમણે બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. મારણ કરેલા વાછરડાને થોડે દુર મુકી દીપડો નાસી ગયો હતો.
દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મારણ થયેલ વાછરડાના માલિક દ્વારા વળતરની માંગ સાથે રજુઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત પોસ્ટ

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા