ફતેપુરામા વણીક સમાજ દ્વારા શ્રીરામજી મંદિરથી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી.
ફતેપુરામા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે ભાદરવા સુદ અગીયારસ ના દિવસે દશાનીમા વણીક સમાજ દ્વારા શ્રી રામજી મંદિર થી ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા ફતેપુરા નગરમા ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, શોભાયાત્રા મા રાસ ગરબાએ વિશેષ આકર્ષણ જમાવ્યુ હતુ, આ શોભાયાત્રા મા મોટી સંખ્યામા વણીક સમાજના અગ્રણીઓ જોડાયા હતા લોકો શોભાયાત્રા દરમ્યાન મહાપ્રસાદીનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ, ભક્તોએ પ્રસાદી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.