Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન મહાવીર કોલેજ ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ સાયક્લોથોનને આજે સવારે 7:30 કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ફીટ ઇંડિયા મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ અને તે અંતર્ગત કોરોનાથી સમાજેન મુક્તિ મળે તેવો સંદેશો પણ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમમાં 7 હજાર જેટલા લોકો સામેલ થયા હતા
 ઉલ્લેખનીય છે કે  ભૂપેન્દ્ર પટેલે ભગવાન મહાવીર કોલેજ ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ સાયક્લોથોનને સવારે 7:30 કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અંદાજે 7000 લોકો ભેગા થયા હતા. સવારે 8:30 વાગ્યે સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીનું પૂજનઅર્ચન કરી‘નદી ઉત્સવ’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યું હતું . યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે પાલિકા તથા સુડાના કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. 12 વાગ્યે વક્તાણા ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ, સી-4 પ્રોજેક્ટ સેક્શન અને ભાટિયા ટોલ પ્લાઝા ખાતે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની મુલાકાત લેશે.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24