Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

  • ૨૦ વર્ષના વિશ્વાસની વિકાસ યાત્રા નિરંતર ચાલુ જ રહેશે: દંડક રમેશભાઈ કટારા
  • જિલ્લામાં રુ.૯૫૬.૩૧ લાખના ૩૩૫ સામુહિક કામોનું લોકાર્પણ અને રુ.૫૭૧૦.૭૮ લાખના ૩૩૧ કામોનું ખાતમહૂર્ત
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.05
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમરેલીના જેસીંગપરા ખાતે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ આ કાર્યક્રમના અંતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી વિકાસ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ ૨૦ વર્ષનો વિકાસ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જન-જન સુધી પહોંચી રહ્યો છે. કોઈ પણ યોજનાઓ હોય વિકાસ અને લાભો છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ, પાણી માટે નલ સે જલ, સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, અનેકવિધ યોજનાઓ દ્વારા આજે જન સુખાકારીના કાર્યો થઈ રહ્યા છે.

અમરેલીમાં પણ આ તમામ યોજનાઓ શહેરીકક્ષાએ નગરપાલિકા, જિલ્લા કક્ષાએ પંચાયત અને તાલુકા અને ગ્રામ્ય સ્તરે લોકો સુધી પહોંચી રહી છે. ૨૦ વર્ષના વિશ્વાસની વિકાસ યાત્રા નિરંતર શરુ રહેશે.
મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આજથી આગામી તા.૧૯ જુલાઇ સુધી જિલ્લા પંચાયતની ૩૪ સીટ દીઠ બે ગામ અને ૦૯ નગરપાલિકાના ૧૨ વિસ્તારોમાં ૦૩ રથ ભ્રમણ કરશે. અમરેલી જિલ્લામાં રૂ.૯૫૬.૩૧ લાખના ૩૩૫ સામુહિક કામોનું લોકાર્પણ થવાનું છે. જ્યારે રૂ.૫૭૧૦.૭૮ લાખ રૂપિયાના ૩૩૧ કામોનું ખાતમહૂર્ત થવાનું છે.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તળે અમરેલી જિલ્લાના આશરે ૨,૩૯૫ લાભાર્થીઓને રુ. ૨૫૯.૪૦ લાખની સહાય અને વિવિધ સહાય યોજના લાભ તરીકે આપવામાં આવશે.
અમરેલી ખાતેના આ કાર્યક્રમના પ્રારંભે અમરેલી નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાએ, અમરેલી નગરપાલિકાના પૂર્ણ થયેલા અને નિર્માણાધિન વિકાસ કાર્યો જેવાં કે સિનિયર સિટીઝન પાર્ક, માર્ગ-મકાન, પાણી પુરવઠા, પાઈપલાઈનના પૂર્ણ થયેલા કામો સહિતની વિગતો આપી હતી.
કાર્યક્રમના અંતે પી.એમ.જે.વાય યોજના,પીએમ સ્વનિધી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ખેતીવાડી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વ્હાલી દીકરી યોજના સહિતના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. નવ્વાણું ટકાથી વધુ વિતરણ કર્યુ હોય તેવા વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારોનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું. લાભાર્થીને પોષણક્ષણ કીટનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.
જેસીંગપરા રાષ્ટ્રીય રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનારા ખેલાડીઓને મહાનુભાવોએ મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ. જિલ્લામાં પર્યાવરણ જાળવણીના સંદેશને ચરિતાર્થ કરતા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ સહિત તાલુકા – જિલ્લા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા જન જાગૃત્તિ અર્થે લોક ડાયરો પણ યોજવામાં આવ્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24