Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

  • ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા
  • જાહેર કાર્યક્રમ મા મામલતદાર માસ્ક વગર જોવા મળ્યા
  • Advertisement
  • શુ મામલતદારને કોઈ નિયમ કાનુન લાગુ નહિ પડે?
  • મામલતદાર પી.એન.પરમાર માસ્ક નહિ પહેરવા બદલ નિયમ મુજબ ભરશે રૂપીયા ૧૦૦૦/- નો દંડ?
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
ફતેપુરા તાલુકાના યોગ ટ્રેનર તાલીમ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ફતેપુરા મામલતદાર દ્વારા જ સરકારની કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા, મામલતદારે માસ્ક નહિ પહેરી સરકારના નિયમો નુ પાલન નથી કર્યુ, હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, સાથે હાલ કોરોના ના કેસોમા પણ મહદઅંશે રાહત મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોરોના ગાઇડ લાઇન મુજબ માસ્ક એન સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જો અધિકારી જ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો ? ત્રીજી લહેર કંટ્રોલ કેમ કરી શકાશે તે એક મોટો સવાલ છે, કોરોના ગાઇડ લાઈનના ધજાગરા ઉડયા એ પણ અધિકારી કે, લોકો એ પણ માસ્ક પહેરેલા નથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જો આમ વ્યક્તિ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો તેને ભંગ બદલ રૂપીયા ૧૦૦૦/- નો દંડ ભરવો પડે છે ત્યારે જો અધિકારીઓ જ કોરોના ગાઇડ લાઇનનુ પાલન ન કરે તો? તેમણે દંડ ભરવો કે નહિ તેવો સવાલ આમ જનતા ના મનમા ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવા નું રહ્યું કે, ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર પાસે પોલીસ નિયમ ભંગ કરવા બદલ દંડ ની વસુલાત કરે છે કે કેમ તે તો જોવાનુ રહેશે.

ફતેપુરા તાલુકામા હજી પણ દરરોજ કોરોના સંક્રમણ ના એક બે કેસો નોધાઈ રહ્યા છે ત્યારે જો આવી રીતે જ જો કોરોના ના નિયમો નું પાલન કરવા મા નહીં આવે તો કોરોના ના કેસોમા વધારો નોધાય તો નવાઈ નહી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24