Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

  • દાહોદના કતવારા નજીક ડોક્ટરની કારનો અકસ્માત
  • સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • Advertisement
  • કાર બે થી ત્રણ પલટી ખાઈ રોંગ સાઈડ રસ્તા નજીક ખાડામાં પલ્ટી
  • દાહોદ તરફ આવતા કતવારા ગામ નજીક હાઇવે પર બની ઘટના
  • અકસ્માતા ડોક્ટર રાહુલ લબાનાનું મોત નિપજ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જિલ્લાના કતવારા ગામ નજીક મોડી રાત્રે કાર ચલાવતા તબીબે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી રોંગ સાઈડ પર ગયા બાદ રોડની સાઇડના ખાડામાં ખાબકતા કાર ચલાવતા તબીબને ગંભીર ઇજાઓ થતાં ડોક્ટર રાહુલ લબાનાનુ મોત નીપજતા દાહોદના તબીબી આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાત્રે ડોક્ટર રાહુલ લબાના પોતાની કાર લઇને દાહોદ તરફ આવતા હતા તે દરમ્યાન વરસાદના કારણે રોડ પર પડેલા ખાડા માં પાણી ભરેલું હોવાથી કારચાલક ડોક્ટર રાહુલ લબાના એ કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોંગ સાઈડ તરફ પલટી મારીને જતી રહી હતી અને રોડની સાઇડના ખાડામાં ખાબકી હતી આકસ્માત માં ડોક્ટર રાહુલ લબાના ને ગંભીર ઇજાઓ થતાં તેઓનો મોત નીપજ્યું હતું હાલ તો અકસ્માત મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!