હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
૧૪મી ફેબ્રુઆરીએ 2019 મા પુલવામા આતંકીઓએ કર્યો હતો હુમલો
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 માં થયેલ આતંકી હુમલા માં શહીદ થયેલ દેશ ના વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ વિધાર્થીઓને શિક્ષણની સાથે દેશ પ્રેમ અને સમર્પણ નો ભાવ જગાડવાની પણ સતત પ્રયાસ કરે છે અને તેના ભાગરુપે અવાર નવાર વિધાર્થીઓ દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજી શકે તે માટે દેશ ભક્તિ ના અનેક કાર્યક્રમો નુ આયોજન કરાતુ હોય છે, ત્યારે હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 મા પુલવા મા થયેલ આતંકવાદી હુમલામા દેશ ના શહીદ થયેલા વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળા ના આચાર્ય દ્વારા શહીદ થયેલા વિરલાઓને યાદ કરી આપણા દેશ ની રક્ષા કરવામાં સૈનિકો નું મહત્વ અને યોગદાન વિશે બાળકોને સમજણ આપી હતી. હસ્તેશ્વર સ્કૂલ ના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ વિધાર્થીઓનો શિક્ષણ ની સાથે દરેક ક્ષેત્ર મા આગલી હરોળમા રહે તે માટે સતત શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.