Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કહેર મચાવી રહી છે. રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર કોરોના સિવાય કાઈ જોવા નથી મળતું. ત્યારે કોરોના પણ નિત નવા રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત હોય તેમ એક પછી એક રેકોર્ડ બનાવતું જઈ રહ્યું છે. પછી તે સંક્રમીતોનો આંક હોય કે પછી તેની લાક્ષણીકતા.

સામાન્ય રીતે એક વાર કોરોના થયા બાદ શરીરમાં તેની એન્ટી બોડી ઉત્પન્ન થતી હોય છે પરંતુ કોરોના નાકેસમાં આવું જોવા મળ્યું નથી. એકવાર કોરોના થયા બાદ પણ ફરી કોરોના થઇ શકે છે. બે ડોઝ વેકસીનના લીધા બાદ પણ કોરોના થઇ શકે છે. વૈજ્ઞાનિકોના તમામ તથ્યોને કોરોનાએ નેવે મૂકી દીધા છે.

દાહોદ જિલ્લા ના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી કોરોના સંક્રમિત બન્યા છે. ડો.આર.ડી.પહાડીયા ફરી એક વખત થયા કોરોના સંક્રમિત બન્યા છે. એક વર્ષ અગાઉ પણ ડો.આર.ડી.પહાડીયા કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાથી તેમના ફેફસામાં ઈનફેકશન થયા પછી લાબી સારવાર બાદ સ્વસ્થ થઈ  ફરજ પર પરત ફર્યા હતા.અને હવે તેમને રસીના બે ડોઝ પણ લીધા છે. અને ફરી એકવાર કોરોનાનો શિકાર બન્યા છે.

કોરોના રસી નો બિજો ડોઝ લીધા પછી પણ ડો. પહાડીયા કોરોના સંક્રમિત  બન્યા છે. કોરોનાનો આરટીપીસીઆર રીપોર્ટ કરાવતા ડો. પહાડીયા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સંબંધિત પોસ્ટ

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24