Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદમાં નવા ૨૦ યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા
  • પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ
  • Advertisement
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જિલ્લામાં લોકોએ ઘરે રહીને યોગ કર્યા

 

પંચાયત સમાચાર 24,દાહોદ, તા. ૨૧ :
આંતરાષ્ટ્રીય યોગ દિવસે રાજયમાં નવા તૈયાર થયેલા યોગ કોચ-ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. દાહોદથી રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશવંતસિહ ભાભોર આ ઓનલાઇન કાર્યક્રમમાં જિલ્લા સેવા સદનથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને જિલ્લાના નવા ૨૦ યોગ કોચને પ્રમાણપત્ર આપી યોગનો યોગ્ય પ્રસાર કરવા શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાત સરકાર ના મંત્રી ખાબડએ આ પ્રસંગે જણાવ્યું કે, યોગએ શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિએ યોગ શીખીને તેને લાભ લેવા જોઇએ. આ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયવ્યાપી અભિયાન શરૂ કર્યું છે અને હજારો નવા યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. આપણા દાહોદમાં પણ નવા યોગ કોચ લોકોને યોગને તાલીમ આપે અને યોગથી થતા લાભોને લોકો સુધી પહોંચતા કરે એ આ કોરોનાકાળમાં જરૂરી છે.
સાંસદ જશવંતસિહ ભાભોરએ જણાવ્યું કે, નવા યોગકોચ આપણા જિલ્લામાં ખૂબ સરસ કામગીરી કરીને જનજન સુધી યોગનો પ્રકાશ ફેલાવશે એવી મારી શુભેચ્છાઓ. સૌ યોગ કોચ લોકોને યોગના લાભો સમજાવી યોગ કરતા કરે. આજના દિવસે યોગને જનજન સુધી પહોંચતો કરવાનો સંકલ્પ લઇ લે.

કાર્યક્રમ બાદ મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશવંતસિહ ભાભોરએ કલેક્ટર વિજય ખરાડીની જામનગર ખાતે મહાનગર પાલિકાના કમિશનર તરીકે બદલી-બઢતી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લામાં તેમણે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને આદિવાસી પરંપરા મુજબ ભોરિંયુ અને શાલ પહેરાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
યોગ કરતા યુવાન
આજના યોગ દિવસે જિલ્લામાં પણ ઘરે ઘરે લોકોએ સવારમાં વહેલા ઉઠીને યોગ કર્યા હતા અને યોગથી થતા વિવિધ લાભ મેળવવા નિયમિત યોગ કરવાનો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી  વિરલ ચૌધરી સહિત યોગ કોચ-ટ્રેનરો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ