લીમખેડા માં ત્રણ દિવસનુ સ્વૈચ્છિક સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું
શુક્ર-શનિ-રવી ત્રણ દિવસ ગામ સંપુર્ણ બંધ રહેશે
લીમખેડા સરપંચે વેપારીઓ સાથે બેઠક યોજી લીધો નિર્ણય
લીમખેડા મા કોરોના નું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
દુધ ની દુકાનો સવારે 06:00 થી 10:00 અને સાજે 4:00 થી 06:00 ખુલ્લી રહેશે
જ્યારે મેડીકલ સ્ટોર અને દવાખાના ખુલ્લા રહેશ
દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો માં કોરોના નો કહેર વધતા ગામો બન્યા સતર્ક બન્યા છે ત્યારે દાહોદ જીલ્લાના લીમખેડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ સંપૂર્ણ બજાર બંધ નો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને આજે લીમખેડા ગામ ના સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને લોકડાઉન ને સંપુર્ણ સફળ બનાવ્યું હતું.
દાહોદ જીલ્લાનું લીમખેડા ગામ કે જે તાલુકા મથકનુ ગામ હોવાના કારણે આજુ બાજુંના ગામડાઓના લોકો પણ વેપાર કરવા માટે લીમખેડા ગામમાં આવતા હોય છે, જેને કારણે ગામમાં ખુબ ભીડ વધવા ના કારણે લીમખેડા ગામમાં કોરોના ના કેસોમાં પણ વધારો જણાતા ગ્રામ પંચાયત સતર્ક બની હતી અને લીમખેડા સરપંચે ગામના વેપારીઓ સાથે કોરોના સંક્રમણ બાબતે બેઠક યોજી હતી જે બેઠકમાં લીમખેડા ગામ સ્વૈચ્છિક રીતે અઠવાડિયા ના શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે લીમખેડા ગામ ના સંપૂર્ણ બજારો આજે સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા હતા અને હજી આગામી બે દિવસ સુધી સંપૂર્ણ બજારો કડક પણે બંધ રાખવામાં આવશે જો કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરનાર સામે દંડનિય કાર્યવાહી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.