ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં
શહેર ના તમામ વિસ્તારો માં ઘરે ઘરે બીમારી ના ખાટલા
Advertisement
સરકારી ઝાયડ્સ તેમજ ખાનગી દવાખાનાઓ માં લાંબી કતારો
શહેર વાસીઓ વાયરલ ફીવર ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
વરસાદ ની ઋતુ હવે પૂર્ણ થવાની નજીક છે તેમ છતાંય દાહોદ શહેર ના રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યુ છે જે ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ અનહદ રીતે વધ્યો છે જેના કારણે દાહોદ શહેર રોગ ચાળા ના ખપ્પર માં છે ચોતરફ ગંદકી ખાલી પડેલા ખુલ્લા પ્લોટો માં લોકો દ્વારા પણ નખાતા કચરા ના કારણે પણ રોગચાળો ફાટી નીકળ્યો છે શહેર ના ખાનગી દવાખાના તેમજ સરકારી ઝાયડ્સ દવાખાનું પણ દર્દીઓ થી ઉભરાય છે તો બીજી તરફ સ્વચ્છ ભારત મિશન ના પણ લીરેલીરા ઉડતા જોવાય છે લોકો બીમારી ના કારણે આર્થિક તેમજ શારીરિક રીતે નુકશાન વેઠી રહ્યા છે દાહોદ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારો માં ફોગીંગ કરવામાં આવે છે તેમજ દવાઓ પણ છાંટવામાં આવે છે જોકે હાલ પણ અનેક વિસ્તારો આ સુવિધાથી વંચિત છે શહેર ના અનેક વિસ્તારો આજે પણ ભૂગર્ભ ગટર થી વંચિત છે જેથી ખુલ્લી ગટરો ના કારણે પણ મચ્છરો ની ત્રાસ અસહ્ય બન્યો છે જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આવી ખુલ્લી ગટરો ની સફાઈ હાથ ધરી દવાઓ છાંટવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે નગરપાલિકા નું આરોગ્ય વિભાગ સમગ્ર શહેર માં યુદ્ધ ના ધોરણે જો કામગીરી કરે તો શહેરી જનો ને આર્થિક તેમજ શારીરિક પાયમાલી માંથી બચાવી શકાય તેમ છે.