



ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલની સમયની ગમે તે પરિસ્થિતિને જોતા અને કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની સૂચનાઓ આપી છે.હાલમાં કોરોનાને લઈને જેપરિસ્થિતિ સર્જાય છે, તેના કારણે નાગરિકોને બહોળા પ્રમાણમાં કોરોનાના દર્દીઓને કે તેમના પરિવારોને અન્ય વાહનોમાં લાવા કે લઈ જવામાં આવી રહ્યા હોય ત્યારે મુશ્કેલી ન થાય તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, હાલ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં ફરજિયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝૂંબેશ – સર્વેલન્સ મોટા પાયે હાથ ધરાઇ રહી છે. ત્યારે સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. જેથી નિર્ણય કર્યો છે કે હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવામાં આવશે.
ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત આપી છે. એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-1988 અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.