
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને ખાતર-બિયારણ સહાય વિતરણનો શુભારંભ કરાવ્યો
-
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર આદિવાસી ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય
-
મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે લાભાર્થી ખેડૂતોને કિટ્સ વિતરણ કર્યું
-
ગત ચાર વર્ષમાં જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી
દાહોદ, તા. ૨૨ :
દાહોદ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આ વર્ષે ખાતર-બિયારણ કિટસ વિતરણનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સેવા સદન ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા અને ખેડૂતોને કિટસનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની આ વર્ષે સહાય મળશે.





સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ખેતી સમૃદ્ધ તો ખેડૂત સમૃદ્ધ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેઓ જયારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે આદિવાસી લોકોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આ યોજનાના પરિણામે દાહોદના ખેડૂતો સમૃદ્ધિ અને વિકાસના માર્ગે આગળ વધ્યા છે. છેલ્લા ચાર વર્ષની જ વાત કરીએ તો દાહોદ જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી છે અને આ વર્ષે પણ ૩૫ હજાર ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે.
મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ લાભાર્થી ખેડૂતોને ખાતર-બિયારણના વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે યોજનાના અધિકારીઓને સૂચના આપી હતી. કોરોના પ્રોટોકોલ સાથે તમામ ખાતર-બિયારણનું સુવ્યવસ્થિત વિતરણ થાય અને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેની કાળજી રાખવા તેમણે સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિનામા, ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ, જીએસએફસી એગ્રોટેકના અધિકારી તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.