-
જિલ્લા ફેર અરસપરસ અને આંતરિક બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા મહત્વપૂર્ણ હતા, તે મહત્વની જોગવાઈ હવેથી દૂર કરવામાં આવી છે. એટલે વતન શબ્દ દૂર કર્યો છે.
-
જે બોન્ડેડ શિક્ષકોને 10 વર્ષ 1 જગ્યાએ નોકરીની શરતે નિમણૂંક અપાઈ છે, તેવા શિક્ષકો 5 વર્ષ પછી બદલીની અરજી કરી શકશે.
-
સરકારી કર્મચારી એક જિલ્લાથી બીજા જિલ્લામાં બદલીને પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ-પત્ની સરકારી શાળામાં મુખ્યશિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મુકી શકાશે. જે શિક્ષકો વધ-ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયા છે, તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે અને ઈચ્છે તો બદલીની માગણી કરી શકશે.
-
સરકારી કર્મી રાજ્યના એક જિલ્લાથી બીજા જિલ્લામાં પતિ-પત્નીના કિસ્સામાં ફેરબદલીનો લાભ હવેથી અનુદાનિત સંસ્થા (ગ્રાન્ટેડ) ગુજરાત સરકારના જાહેર સાહસો અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો અને તેની કંપનીના કિસ્સામાં પણ અપાશે.
-
બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરાઈ છે. અહીં શિક્ષકો તેમની સમસ્યા, બદલી અંગેની ફરિયાદ કરી શકશે. જેનાથી શિક્ષકોને બિનજરૂરી ખર્ચો, સમય બચશે અને શિક્ષણ વિભાગને ફાયદો થશે.