-
ફતેપુરામાં મધ્યરાતે જેસીબી થી તળાવની પાળનુ કર્યુ ખોદકામ
-
ગ્રામજનોએ હોબાળો મચાવતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર
-
ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિને ગ્રામજનોએ ટલ્લે ચઢાવ્યા
દાહોદ તા.૦૭, (મયુર રાઠોડ દ્રારા)
ફતેપુરાના તળાવ પર મધ્યરાતે બે વાગ્યાના અરસામા ભૂ-માફીયાઓ દ્રારા તળાવની પાળ નુ જેસીબી મશીન અને ચાર થી પાંચ ટ્રેકટરો સાથે ગેરકાયદેસર ખોદકામ ચાલુ કર્યુ હોવાની જાણ થતા ફતેપુરા ના ગ્રામજનો તળાવની પાળ પર દોડી આવ્યા હતા, ગ્રામજનોને જોતાં જ ભૂ-માફીયાઓ જેસીબી મશીન અને ટ્રેક્ટરો લઈને ઉભી પુછડીએ ભાગી છુટયા હતા, સમગ્ર ઘટના નિ જાણ થતા ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, ફતેપુરા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, સ્થાનિક તંત્ર ભૂ-માફીયાઓ સામે કાર્યવાહી મા વામણુ પુરવાર થતા ગ્રામજનોએ દાહોદ કલેક્ટર ફોન કર્યા હતા.
ફતેપુરા નગર ના જાગૃત નાગરિકોએ ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિને કડક પુછપરછ કરતા ફતેપુરા સરપંચ ચોધાર આશુએ રડી પડ્યા હતા, સાથે ફતેપુરા મામલતદારે પણ ભૂ-માફીયાઓ સામે કોઈ કાર્યવાહી નહી કરતા ગ્રામજનોમા મામલતદાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ફતેપુરા નગરની સરકારી જમીનો પર છેલ્લા કેટલાક સમયથી ભૂ-માફીયાઓ દ્રારા ગેરકાયદેસર દબાણો કરવામા આવી રહ્યા છે, સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોને લઈને ભૂ-માફીયાઓ વિરુદ્ધ ગ્રામ પંચાયત ના સભ્યો સહિત અનેક ગ્રામજનોએ સ્થાનિક ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી, તાલુકાના અધિકારીઓ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને વારંવાર લેખિત ફરિયાદો કરવા છતા ભૂ-માફીયાઓ વિરુદ્ધ કોઈ દાખલા રુપ કડક કાર્યવાહી નહી કરવામા આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
ફતેપુરા ના નગરજનો આજે સરકારી જમીનો પર ભૂ-માફીયાઓ દ્રારા કરવામા આવેલ દબાણો દુર કરવા દાહોદ જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવાના હોવાનુ જાણવા મળી રહ્યુ છે.