સુખસર ખાતે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી.
તાલુકામાં ૧૭ સ્થળોએ વેક્સિન રસીકરણનો કાર્યક્રમ યોજાયો
Advertisement
ફતેપુરા તા.21
ફતેપુરા તાલુકામાં ૧૭ સ્થળોએ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ વેક્સિન લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ તમામ પ્રજાને ફરજીયાત રસી લેવા માટે ધારાસભ્ય અપીલ કરી હતી.
ફતેપુરા તાલુકા સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી દીધો છે કોરોના સામે લડત આપનાર વેક્સિન લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં રસીકરણ મહા અભિયાન કાર્યક્રમ ની શરૂઆત કરાઈ છે સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો ધારાસભ્યએ પોતે કોરોના સામે લડત આપનાર વેક્સિન લીધી હતી. અને તમામ પ્રજાને ફરજિયાત રસીકરણ કરાવવા અપીલ કરી હતી. તાલુકામાં ૧૭ સ્થળોએ કોરોના વિરોધી રસી કરણ મહા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ શહીત પાર્ટીના કાર્યકર્તાઓ આ મહા અભિયાનમાં જોડાયા હતા. સુખસર ખાતે જિલ્લા મેલેરીયા અધિકારી અધિક ડામોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે. આર. હાડા, આગેવાન રમેશભાઈ કટારા ડેપ્યુટી સરપંચ ઈમરાન ભાઈ સહિત ગ્રામજનો આરોગ્ય સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.