રાજ્ય મા ડ્રગ્સ ની હેરાફેરી અટકાવવા સરકાર એકશન મા આવી
ડ્રગ્સ માફિયાઓની માહિતી આપવા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે
માહિતી આપનાર ની ઓળખ ગુપ્ત રાખવામા આવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.29
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નશાનો વેપાર કરતા ગુનેગારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્ય ના પોરબંદર જીલ્લાના દરિયા કાંઠા નજીક થી હજારો કરોડ રુપીયાની કિંમતનાં હેરોઈન ડ્રગ્સ સાથે વિદેશી ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી.