Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

  • સજોઈ ગામના રહીશોને પડી રહી છે પિવાના પાણીની સમસ્યા
  • કોતર મા ખાડો ખોદી પિવાનુ પાણી મેળવવા મજબુર
  • Advertisement
  • સજોઈ ગામ ના પટેલ ફળિયામાં બોર કે કોઈ કુવા ની સુવિધાઓ ન હોવાથી રહીશો પરેશાન
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.27
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર મા આવેલા સજોઈ ગામના રહીશોને આઝાદીના સાત સાત દાયકાઓ વિતવા છતાં પણ પીવાના પાણી જેવી પ્રાથમિક પ્રાથમિક સુવિધાઓનો માટે પણ વલખા મારી રહ્યા છે, સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશોએ જાતે કોતર મા ખાડો ખોદી બિન આરોગ્યપદ દુષિત પાણી પીવા મજબુર બન્યા છે.

આજે ગુજરાત વિકાસ ની હરણ ફાળ તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે છેવાડા ના માનવી સુધી કેવો વિકાસ પંહોચ્યો છે એ અમે તમને બતાવીશુ. ત્યારે હજી શિયાળાની શરૂઆત ની સાથે જ ગુજરાત ના અંતરીયાળ ગામોમા પિવાના પાણીનુ સંકટ તોળાય રહ્યુ છે. ત્યારે આદિવાસી તરીકે પછાત ગણાતા જીલ્લા દાહોદમાં શિયાળાની શરૃઆત મા જ પિવાના પાણી સમસ્યા પડી રહી છે, દાહોદ જીલ્લા ના ધાનપુર તાલુકા ના સજોઈ ગામે આ ગામ અંતરિયાળ વિસ્તાર મા આવેલુ ગામ છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને  પાયાની માળખાકીય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે લોકોને રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના પણ લાગુ કરી છે તેમ છતાં પણ આઝાદીના સાત સાત દાયકા વિતવા છતાં પણ ધાનપુર તાલુકાનુ અંતરિયાળ વિસ્તાર મા આવેલુ સજોઈ ગામના મોટાભાગના લોકો આવી સરકારની યોજનાઓથી  વંચિત રહી ગયા છે ધાનપુર તાલુકામાં આવેલા સજોઇ ગામે પટેલ ફળિયામાં લોકોને પીવાની તથા વાપરવાના પાણીની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે સજોઈ ગામ ના પટેલ ફળિયામાં બોર કે કોઈ કુવા ની સુવિધાઓ ન હોવાથી  લોકોને વાપરવા માટે તથા પશુઓને પીવડાવવા માટે પાણીની ખુબજ તંગી પડતી હોવાથી ખેતરોમાંથી પસાર થતાં કોતર ની બાજુમાં પોતે શ્રમદાનથી એક ખાડો ખોદ્યો છે અને આ ખાડામાંથી તેઓ પોતે પીવા માટે તેમજ પશુઓને પીવડાવવા માટે તેમજ વાપરવા માટેના પાણીનો ઉપયોગ કરે છે, કોતર મા ખોદેલ ખાડાનુ ગંદુ પાણી પીવાથી બાળકો વારંવાર બિમાર પડે છે જેને લઇ ને સ્થાનિક લોકો પરેશાન છે, શિયાળો પૂરો થતાં જ ઉનાળાની શરૂઆતમાંજ કોતર મા ખોદેલ ખાડા મા પાણી સુકાઈ જવાના કારણે પાણી માટે વિકટ સ્થિતિ સર્જાય છે, જેને લઈને સ્થાનિક લોકો ચિંતાતુર છે, ઉનાળા મા તો સજોઇ ગામે પટેલ ફળિયામાં તો રહીશોને પીવાનું પાણી લેવા માટે  ૫ કિલોમીટર સુધી દૂર જવું પડે છે, સજોઈ ગામના પટેલ ફળિયાના રહીશોએ પોતાના ફળિયામાં કુવા ની તથા બોરની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે તેવી તંત્ર અને રાજકીય નેતાઓના વારંવાર કરવા છતા આ ગરીબોની કોઈ જ દરકાર લેવામા આવતી નથી, સ્થાનિક રહીશોની રજૂઆતો નેતાઓના બહેરા કાને સંભાળાતી જ નથી, જેને લઇને રહીશોમાં નેતાઓ અને વહીવટીતંત્ર સામે રોષની લાગણી પણ જોવા મળી રહી છે, આ વિસ્તારના લોકો ને સત્વરે પીવાના પાણીની સુવિધા માટે બોર કે કુવાની સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સરકાર દ્વારા ગામે ગામ પીવાનુ  પાણી મળી રહે તે અર્થે ગ્રામીણ વિસ્તારો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, પરંતુ દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લાઓમા યોજનાઓ માત્ર કાગળ ઉપર જ ચાલતી હોવાનો સ્થાનિકો જણાવી રહ્યા છે, ધાનપુર તાલુકાના મોટાભાગના ગામો મા વહીવટીતંત્ર ની બેદરકારી ને કારણે પીવાના પાણીની યોજનાઓ જમીન ઉપર લાગુ થતુ નથી, ત્યારે સરકાર દ્વારા આ ગામ મા પીવા ના પાણી માટે કોઈ યોજના હેઠળ લોકોને પીવાનુ પાણી આપે તો જ કાયમી નીકાલ આવી શકે તેમ છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તે અને સજોઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ નુ ક્યારે કરે છે તે જોવાનુ રહેશે.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

લીમખેડાની નૂત્તન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ: વિધાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ: વિજેતા વિધાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24