ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી
ઝાલોદ મા ફાયર NOC ન હોવાથી આરોગ્ય કેન્દ્ર સહીત 7 એકમો સીલ
2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા,અને 3 હોસ્પિટલ સામે કાર્યવાહી
Advertisement
ફાયર NOC ના હોય તેવા એકમો મા સૌથી વધુ સંખ્યા સરકારી મીલ્કત ની
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ NOC વગરની હોસ્પિટલો તેમજ સ્કૂલો – કોલેજોને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી બે મિલ્કતો અને ત્રણ ખાનગી મિલ્કતો તેમ કુલ મળીને પાંચ મિલ્કતો ને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી જેમાં 1 સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર. ઝાલોદ (અધિક્ષકશ્રી ની કચેરી) 2 સરકારી સાયન્સ કોલેજ ઝાલોદ આ બે સરકારી મિલ્કતો સીલ કરાઈ તેમજ ત્રણ ખાનગી મિલકતો પણ સીલ કરાઈ જેમાં એક કે.આર.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બીજી બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, અને ત્રીજી પ્રમુખ ઝાલોદ કેળવણી મંડળની સ્કૂલો માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC ન હોવાથી નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા પાંચ 5 સ્થળે ની મિલ્કતો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાની આ કાયૅવાહી માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC વિનાના અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.