દાહોદ જીલ્લાના લીમડી ખાતે આવેલ વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર કંપની ખાતે કંપની ના માલીક કિર્તીબેન પ્રજાપતિએ પરિવાર અને કંપનીના કર્મચારીઓ સાથે શ્રીજીની પ્રતિમાનુ ખુબજ શ્રધ્ધાભેર સ્થાપના કરી પુજા અર્ચના કરી હતી.
દાહોદ જીલ્લામા સૌથી સારી ગુણવત્તાનુ સોફ્ટ ડ્રીન્ક અને મિનરલ વોટર બનાવતી મધ્ય ગુજરાતની અગ્રેસર કંપની એવી વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર લીમડી ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે કંપનીના કર્મચારીઓ અને માલીક દ્વારા ખુબજ ઉત્સાહ સાથે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનુ વાજતે ગાજતે સ્થાપન કરવામા આવ્યુ હતુ, સાથે વિધ્વાન પંડિત દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કરવામા આવ્યુ હતુ. અને આવનાર સમય ભારત સહિત સમગ્ર વિશ્વમા સુખ શાંતિ અને સમૃધ્ધિનુ સામ્રાજ્ય જળવાઈ રહે તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી.