ભારત સરકારના રક્ષા મંત્રાલયે ઇકો ફ્રેન્ડલી આમંત્રણ કાર્ડ બનાવ્યુ
કાર્ડ ને જમીનમાં વાવવાથી આમળાનું વૃક્ષ ઉગશે
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.25
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીગ ના કારણે ઉદ્ભવતી સમસ્યાઓ સામે લડી રહ્યુ છે, અને પર્યાવરણને બચાવવા માટે ઘરતી પર વૃક્ષોની સંખ્યા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ત્યારે ભારત સરકારના રક્ષા મંત્રાલય તરફથી 26 મી જાન્યુઆરીના આમંત્રણકાર્ડમાં નીચે નાના અક્ષરે એક વાક્ય લખ્યું છે, “Sow this card to grow an Amla Plant” એટલે શું..? આ કાર્ડ વાવીએ એટલે આમળાનું વૃક્ષ ઉગે એમ..??? હા, સાવ સાચું…! કલ્પના કરવી પણ કઠિન છે એવી કમાલ ભારતે કરી દેખાડી છે, એટલું જ નહીં સામૂહિક સ્તરે સાકાર પણ કરી છે. ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણ કાર્ડ Seed Paper એટલે કે બિયારણ મિશ્રિત પેપરમાંથી, એટલે કે બિયારણ જેમાં અંતર્નિહિત છે એવા પેપરમાંથી બનેલું છે. આ પેપરને Plantable એટલે કે વાવી શકાય એવું પેપર પણ કહેવાય છે. બોટનિકલ અને ટેકનિકલ ભાષામાં કહીએ તો આ બાયોડિગ્રેડેબલ ઇકો પેપર છે. એવો કાગળ કે જેના તમામ તત્વો પ્રાકૃતિક રૂપે પૃથ્વીના તત્વોમાં સમાઈ જાય છે. કાંઈ જ શેષ નથી બચતું. પર્યાવરણની જાળવણી માટે આનાથી શ્રેષ્ઠ અને ઉદાહરણ બીજું શું હોઈ શકે !
કેવી રીતે ઉગશે આમંત્રણ કાર્ડ માથી વૃક્ષ
પ્રજાસત્તાક દિવસની પરેડનું આ આમંત્રણ કાર્ડ ભેજવાળા માટીના પાતળા લેયરમાં દાટી દેવાનું, થોડા પાણી અને સૂર્યપ્રકાશ વચ્ચે જતનપૂર્વક જોતા રહેવાનું. જોતજોતામાં આ પત્રિકા પાગરશે, આ આમંત્રણ કાર્ડમાંથી અંકુર ફૂટશે…જે મોટું થઈને આમળાનુ વૃક્ષ બનશે અને ફળ પણ આપશે અને તંદુરસ્તી વધારશે… ભારત ના રક્ષા મંત્રાલય ની આવી પહેલ જો સમગ્ર દેશમા અપનાવવામા આવે તો પર્યાવરણ ને બચાવવામા મદદરૂપ સાબીત થઈ શકે છે.